Home> Entertainment
Advertisement
Prev
Next

બોલિવૂડમાં ચાલે છે જબરદસ્ત રાજકારણ ! આ ત્રિપુટી છે પુરાવો

દોસ્તાના 2માં કલાકારોની પસંદગીમાં પડદા પાછળ મોટો ખેલ રમાઈ ગયો છે

બોલિવૂડમાં ચાલે છે જબરદસ્ત રાજકારણ ! આ ત્રિપુટી છે પુરાવો

મુંબઈ : ફિલ્મમેકર કરણ જોહરે હાલમાં જાહેરાત કરી હતી કે તેના બેનરમાં બનનારી દોસ્તાના 2માં કાર્તિક આર્યન અને જાન્હવી કપૂરની જોડી જોવા મળશે. ચર્ચા છે કે આ ફિલ્મના અન્ય હીરો તરીકે કરણ સ્ટાર બોબી દેઓલના દીકરાને ચમકાવાના પ્લાનમાં છે. આમ, આ ફિલ્મમાં પહેલીવાર કાર્તિક અને જાન્હવીની જોડી જોવા મળશે. જોકે આ પસંદગી પાછળ મોટું રાજકારણ છે.

fallbacks

સુહાના ક્યારે આવશે બોલિવૂડમાં ? ખાસ બહેનપણી અનન્યાએ વેરી દીધા વટાણાં

મળતી માહિતી પ્રમાણે ફિલ્મના હીરો કાર્તિક આર્યનની ઇચ્છા હતી કે તેની સાથે હિરોઇન તરીકે સારા અલી ખાનને સાઇન કરવામાં આવે પણ પસંદગી જાન્હવીની થઈ છે. હકીકતમાં જાન્હવીએ કરણ જોહરની ધર્મા પ્રોડક્શનની ધડકથી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. આ ફિલ્મ પછી તેણે જે ફિલ્મો સાઇન કરી છે એ તમામ ધર્મા પ્રોડક્શનની છે. આ ફિલ્મોમાં તખ્ત, ગુંજન સક્સેના બાયોપિક અને દોસ્તાના 2નો સમાવેશ થાય છે. હકીકતમાં કરણ હાલમાં આલિયા ભટ્ટની જેમ જ જાન્હવી કપૂરની કરિયર બનાવવામાં લાગેલો છે અને આ કારણે જ સારા અલી ખાનનું પત્તું કપાઈ ગયું અને દોસ્તાના 2માં જાન્હવી ગોઠવાઈ ગઈ. 

દોસ્તાના 2 એ 2008માં આવેલી કરણ જોહરની “દોસ્તાના”ની સિક્વલ છે.  મૂળ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા, અભિષેક બચ્ચન અને જોન અબ્રાહમ તેમાં મુખ્ય પાત્ર તરીકે હતા. 2008માં રિલીઝ થયેલી “દોસ્તાના” ફિલ્મને લોકોએ ખુબ જ પસંદ પણ કરી હતી ત્યારે હવે “દોસ્તાના”ની સિક્વલ બનવા જઈ રહી છે. “દોસ્તાના” તરુણ મનસુખાનીએ ડિરેકટ કરી હતી જ્યારે “દોસ્તાના ૨” કોલિન ડી કુન્હા ડિરેકટ કરશે. ફિલ્મનું નિર્માણ કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ધર્મા મૂવીઝ બેનર હેઠળ જ થશે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More