મુંબઈ : હોસ્ટ તરીકે સલમાન ખાનને ચમકાવતા સેલિબ્રિટી શો બિગ બોસની 12મી સિઝન 16 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. આ વખતની સિઝન તેના સ્પર્ધકોના નામને કારણે ભારે ચર્ચામાં છે. શરૂ થતાં પહેલાં જ શોમાં ભાગ લેનારા કેટલાક કન્ટેસ્ટન્ટ્સના નામ સામે આવી ગયા છે. થોડા દિવસ પહેલા જ બિગ બોસના લોન્ચમાં ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા શોનો ભાગ હશે તે ફાઈનલ થયું છે. બિગ બોસમાં પોતાની એન્ટ્રી વિશે ભારતીએ જણાવ્યું છે કે હું આ શોમાં મારા પતિ સાથે ભાગ લઈ રહી છું અને મને લાગે છે કે હું આ શોમાં ફેમિલી પ્લાનિંગ કરી શકું છું. ભારતીએ જણાવ્યું છે કે તે બિગ બોસમાં જવાના કારણે ખુશ છું કારણ કે મને મારા પતિ સાથે સમય પસાર કરવા માટે મળશે.
મળતી માહિતી પ્રમાણે બિગ બોસની વધતી ટીઆરપી સાથે સલમાનની ફી પણ વધી રહી છે. આ વર્ષે પ્રત્યેક એપિસોડ માટે સલમાને 19 કરોડ રૂપિયા માગ્યા હતા પંરતુ ચેનલ વધારે રૂપિયા આપવા તૈયાર નહોતી. એવામાં લાંબા સમય સુધી વાતચીત બાદ સલમાન પ્રતિ એપિસોડ 14 કરોડ રૂપિયા લેવા તૈયાર થયો છે. 13 અઠવાડિયા સુધી ચાલનારા આ શોમાં સલમાન દર શનિવાર અને રવિવારે કન્ટેસ્ટન્ટ્સને મળશે. અનુમાન છે કે, બિગ બોસની આ સિઝન માટે સલમાનને કુલ 364 કરોડ રૂપિયા મળશે. બિગ બોસ 12માં આ વર્ષે 21 કન્ટેસ્ટન્ટ્સ હશે. જેમાં 3 સામાન્ય વ્યક્તિ અને 3 સેલિબ્રિટી જોડીઓ હશે. જ્યારે 9 કન્ટેસ્ટન્ટ શોમાં એકલા ભાગ લેશે. કોમનર તરીકે ઉદિત કપૂર અને સોમા મંગનાનીનું નામ સામે આવ્યું છે. ઉદિત એક ફિટનેસ મોડલ અને મિકેનિકલ એન્જિનિયર છે.
સંભવિત ફીની વિગતો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે