Home> Entertainment
Advertisement
Prev
Next

OMG 2 પર રિલીઝ પહેલા થઈ બબાલ, સેન્સર બોર્ડે અક્ષય કુમારની ફિલ્મ પર લગાવ્યો પ્રતિબંધ

OMG 2: સેન્સર બોર્ડે અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમની અપકમિંગ ફિલ્મ ઓ માય ગોડ 2 પર પ્રતિબંધ લગાવી દીધો છે. 
 

OMG 2 પર રિલીઝ પહેલા થઈ બબાલ, સેન્સર બોર્ડે અક્ષય કુમારની ફિલ્મ પર લગાવ્યો પ્રતિબંધ

OMG 2: અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમની અપકમિંગ ફિલ્મ 'ઓએમજી 2' પર સેન્સર બોર્ડે પ્રતિબંધ લગાવ્યો છે. હાલમાં મેકર્સે ફિલ્મ OMG 2નું ટીઝર રિલીઝ કર્યું હતું, જે લોકોએ ખુબ પસંદ કર્યું હતું. હવે ઓએમજી 2ને લઈને નવા અપડેટ સામે આવી રહ્યાં છે. અહેવાલ અનુસાર અક્ષય કુમારની ધાર્મિક ફિલ્મ ઓ માય ગોડ 2 પર સેન્સર બોર્ડે પ્રતિબંધ લગાવી દીધો છે. 

fallbacks

ઓએમજી 2 પર આવ્યું અપડેટ
આ દિવસોમાં બોલીવૂડના ખેલાડી કુમાર તેની આગામી ફિલ્મ 'OMG 2'ને લઈને ચર્ચામાં છે. દરમિયાન, આ ફિલ્મ વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે સેન્સર બોર્ડે આ મોસ્ટ અવેટેડ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પહેલા અક્ષય કુમાર 'ઓ માય ગોડ'માં શ્રી કૃષ્ણ બન્યા હતા, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી. હવે આ ફિલ્મ 'OMG 2'માં અક્ષય કુમાર ભગવાન શિવના રોલમાં જોવા મળશે. ફિલ્મનો પહેલો ભાગ હિટ રહ્યો હતો, તેથી હવે લોકો તેના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ તે રાત્રે તબુ સાથે શું થયું હતું? જ્યારે નશામાં જૈકી શ્રોફે કરી દીધી હતી હદ પાર

ગદર 2ને આપશે ટક્કર
ફિલ્મ OMG 2 ના ડાયરેક્ટર અમિત રાય છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં અરૂણ ગોવિલ અને ગોવિંદ નામદેવ જેવા સિતારા પણ જોવા મળવાના છે. પ્રથમ પાર્ટમાં અક્ષય કુમારની સાથે પરેશ રાવલ જોવા મળ્યા હતા, પરંતુ હવે બીજા ભાગમાં પંકજ ત્રિપાઠી જોવા મળશે. આ ફિલ્મ રિલીઝ થવાની રાહ લોકો જોઈ રહ્યાં છે. ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થશે. આ વચ્ચે સની દેઓલની ફિલ્મ ગદર 2 પણ 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More