Home> Entertainment
Advertisement
Prev
Next

Cinema Halls માં 100% બેઠક ક્ષમતાને મળી મંજૂરી, આ છે નવા નિયમો 

ગત વર્ષે કોવિડ-19 (Covid 19) મહામારીના કારણે થિયેટરો (cinema halls) ને બંધ કરી દેવાયા હતા. ત્યારબાદથી અત્યાર સુધી થિયેટરોમાં 100 ટકા ક્ષમત સાથે દર્શકોને બેસાડવાની મંજૂરી નહતી. પરંતુ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 1 ફેબ્રુઆરીથી સિનેમા હોલમાં 100% દર્શકોની ક્ષમતા સાથે સંચાલિત કરવાની મંજૂરી આપી દીધી છે. 

Cinema Halls માં 100% બેઠક ક્ષમતાને મળી મંજૂરી, આ છે નવા નિયમો 

નવી દિલ્હી: ગત વર્ષે કોવિડ-19 (Covid 19) મહામારીના કારણે થિયેટરો (cinema halls) ને બંધ કરી દેવાયા હતા. ત્યારબાદથી અત્યાર સુધી થિયેટરોમાં 100 ટકા ક્ષમત સાથે દર્શકોને બેસાડવાની મંજૂરી નહતી. પરંતુ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 1 ફેબ્રુઆરીથી સિનેમા હોલમાં 100% દર્શકોની ક્ષમતા સાથે સંચાલિત કરવાની મંજૂરી આપી દીધી છે. નવી ગાઈડલાઈનમાં સરકારે સિનેમા હોલને 100% કેપેસિટી સાથે સંચાલિત કરવાની મંજૂરી આપી હતી અને હવે આ અંગે સૂચના અને પ્રસારણ મંત્રાલયે સિનેમા હોલ અને થિયેટરો માટે SOP બહાર પાડી છે. 

fallbacks

નવી ગાઈડલાઈનની મુખ્ય વાતો
થિયેટરોમાં કોવિડ 19 (Covid 19) ના સંક્રમણ ફેલાવવાનું જોખમ વધુ હોય છે આથી બીમારીને ફેલાતી અટકાવવા માટે સિનેમા હોલે (cinema halls) અન્ય કેટલાક ઉપાયો પણ કર્યા છે. માસ્ક પહેરવા અને તાપમાન તપાસ અનિવાર્ય હોવા ઉપરાંત, સિનેમાઘરોમાં અલગ સીટ, staggered show timings બુકિંગ, સામાજિક અંતર, અને ડિજિટલ ચૂકવણી (Digital Payment) ને પ્રોત્સાહિત કરાશે. 

Farmers Protest: PM Modi ના નિવેદનને ખેડૂત નેતાએ આવકાર્યું, કરી આ ખાસ અપીલ 

1 ફેબ્રુઆરીથી સિનેમા હોલમાં આ દિશા નિર્દેશોનું પાલન કરવાનું રહેશે....

- ઓડિટોરિયમ, કોમન એરિયા અને વેઈટિંગ એરિયામાં કોઈ પણ સમયે ઓછામાં ઓછા 6 ફૂટના અંતરનું પાલન કરવાનું રહેશે. 

- હંમેશા ફેસ કવર કે માસ્ક જરૂરી રહેશે.

- પરિસરની અંદર એન્ટ્રી અને એક્ઝિટ તથા અન્ય જગ્યાએ પણ, ટચ ફ્રી મોડમાં હાથ સ્વચ્છ કરવા માટે સેનેટાઈઝરની સુવિધા

- કોવિડ અંગે શિષ્ટાચારનું કડકાઈથી પાલન કરવામાં આવે, જેમાં જ્યારે પણ ઊધરસ આવે કે છીંક આવે ત્યારે કોઈ પણ રૂમાલ, ટિશ્યુથી મોઢું ઢાંકવું અને તેનો યોગ્ય રીતે નિકાલ કરવો સામેલ છે. આ ઉપરાંત ફિલ્મ જોવા દરમિયાન મોઢું અને નાક પણ ઢાંકી રાખવા. 

- તમામ દ્વારા સ્વાસ્થ્યની સેલ્ફ મોનિટરિંગ કરવું  અને કોઈ પણ બીમાર વ્યક્તિ મળે તો જેમ બને તેમ જલદી રાજ્ય અને જિલ્લા હેલ્પલાઈનને રિપોર્ટ કરવું. 

- થૂંકવા પર કડકાઈથી પ્રતિબંધ.

- દરેક વ્યક્તિને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની સલાહ અપાશે. 

Tractor Rally: કોંગ્રેસ નેતા Shashi Tharoor અને અનેક પત્રકારો પર કેસ દાખલ, ખેડૂતોની ટ્રેક્ટર રેલી પર ખોટી પોસ્ટના આરોપ

ઓક્ટોબર 2020માં ખુલ્યા હતા થિયેટર
માર્ચ 2020માં થિયેટરો બંધ થયા બાદથી થિયેટર માલિકો ખુબ સંઘર્ષની સ્થિતિનો સામનો કરી રહ્યા હતા પરંતુ હવે આ સમાચાર તેમના માટે રાહત આપનારા છે. જો કે ઓક્ટોબર 2020માં કેન્દ્રએ સિનેમા હોલને 50 ટકા બેઠકોની ક્ષમતાથી સંચાલિત કરવાની મંજૂરી આપી હતી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More