નવી દિલ્હી : મેઘના ગુલઝાર નિર્દેશિત ફિલ્મ છપાક (Chhapaak) 10 જાન્યુઆરીના દિવસે રીલિઝ થઈ ચુકી છે. જેમાં લીડ રોલમાં દીપિકા પાદુકોણે (Deepika Padukone) પોતાનો અભિનય આપ્યો છે. આ ફિલ્મ એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલની છે. જેના વકીલ અપર્ણા ભટ્ટે ફિલ્મ મેકર્સ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હવે દિલ્હી હાઈકોર્ટે પોતાનો ચૂકાદો સંભળાવતા વકીલ અર્પણા ભટ્ટને ક્રેડિટ આપ્યા વગર ફિલ્મના સ્ક્રિનિંગ પર પ્રતિબંધ મુકવાનો આદેશ આપ્યો છે. આ પહેલા પટિયાલા હાઉસ કોર્ટે પણ ફિલ્મ માટે લક્ષ્મીની વકીલ અપર્ણા ભટ્ટને ક્રેડિટ આપવાનો આદેશ આપ્યો હતો પણ ફોક્સ સ્ટુડિયો અને મેઘના ગુલઝારે આ આદેશ વિરૂદ્ધ દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.
Tanhaji The Unsang Warrior: તાનાજી પહેલા દિવસે જ છપાક પર ભારે, કરી કરોડોની કમાણી
ANIના અહેવાલ મુજબ દિલ્હી હાઈકોર્ટે વકીલ અપર્ણા ભટ્ટને ક્રેડિટ આપ્યા વગર ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ આપ્યો છે. અપર્ણા ભટ્ટે રિયલ લાઇફ એસિડ એટેક વિક્ટિમ લક્ષ્મી અગ્રવાલની કાયદાકીય લડાઈ લડી હતી. આ પ્રતિબંધ આગામી 15 જાન્યુઆરીથી મલ્ટીપ્લેક્સમાં અને 17 જાન્યુઆરીથી લાઈવ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર લાગુ પડશે.
સ્મૃતિનો દીપિકા પર હુમલો, 'જે દેશના ટુકડા ઈચ્છે છે, તે તેની સાથે ઉભી રહી'
અભિનેતા અને નિર્માતા અજય દેવગન (Ajay Devgan) ની ફિલ્મ તાનાજી ધ અનસંગ વોરિયર (Tanhaji The Unsung Warrior) અને અભિનેત્રી અને પ્રોડ્યુસર દીપિકા પાદુકોણ (Deepika Padukone) ની ફિલ્મ છપાક (Chhapaak) શુક્રવારે એક સાથે સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. બંને ફિલ્મોનું પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેકશન સામે આવ્યું છે. બંને ફિલ્મોની કમાણીમાં ઘણું અંતર દેખાઇ રહ્યું છે. બોક્સ ઓફિસ ઇન્ડિયાના અનુસાર તાનાજીએ પહેલા દિવસે 16 કરોડ રૂપિયા કમાણી કરી છે તો જ્યારે છપાકને માત્ર 6 કરોડ જ કમાણી થઇ છે. જોકે આ અનુમાન પહેલેથી જ લગાવાઇ રહ્યો હતો કે અજય દેવગણની ફિલ્મ સારો દેખાવ કરશે જ. છપાકના પહેલા દિવસના નબળા દેખાવ પછી દીપિકાએ અનેક પોસ્ટ પ્રમોશનના પ્રોગ્રામ કેન્સલ કરી લીધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે