Home> Entertainment
Advertisement
Prev
Next

દીપિકાની Chhapaak ફસાઈ મોટા વિવાદમાં, વિગતો જાણવા કરો ક્લિક

દીપિકા પાદુકોણ (Deepika Padukone)ના ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. દીપિકાની ફિલ્મ ‘છપાક’ (Chhapaak)નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. દીપિકાની આ ફિલ્મ પ્રોમિસિંગ લાગી રહી છે. દીપિકા આ ફિલ્મ થકી ફરી એકવાર દર્શકોનું દિલ જીતવા માટે તૈયાર થઈ ગઈ છે. આ ફિલ્મની કહાણી એસિડ અટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલ (Laxmi agarwal)ના જીવન પર આધારિત છે.

દીપિકાની Chhapaak ફસાઈ મોટા વિવાદમાં, વિગતો જાણવા કરો ક્લિક

મુંબઈ : દીપિકા પાદુકોણ (Deepika Padukone)ના ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. દીપિકાની ફિલ્મ ‘છપાક’ (Chhapaak)નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. દીપિકાની આ ફિલ્મ પ્રોમિસિંગ લાગી રહી છે. દીપિકા આ ફિલ્મ થકી ફરી એકવાર દર્શકોનું દિલ જીતવા માટે તૈયાર થઈ ગઈ છે. આ ફિલ્મની કહાણી એસિડ અટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલ (Laxmi agarwal)ના જીવન પર આધારિત છે. દીપિકાના પાત્રનું નામ આ ફિલ્મમાં માલતી છે. માલતી પર એસિડ અટેક થયા બાદનો ઘટનાક્રમ દર્શાવવામાં આવ્યો છે. દીપિકાએ આ ફિલ્મમાં માલતીનું પાત્ર આત્મસાત કરી લીધું છે. આ ફિલ્મ વિશે લેટેસ્ટ સમાચાર આવ્યા છે કે ફિલ્મના રાઇટ્સ માટે લક્ષ્મી અગ્રવાલને માત્ર 13 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. જોકે આ સમાચાર પર લક્ષ્મીની પ્રતિક્રિયા આવી ગઈ છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર આ સમાચારને અફવા ગણાવીને કહ્યું છે કે આ ફેક ન્યુઝ છે. 

fallbacks

'છપાક'માં એક એસિડ હુમલાની પીડિતાના જીવનને રજૂ કરવામાં આવશે અને તે લોકો માટે તે એક પ્રેરણા છે જેણે આ પ્રકારની સ્થિતિનો સામનો કર્યો છે. મેઘના ગુલઝાર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020ના રિલીઝ થશે. હાલમાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 

ટ્રેલરમાં દીપિકા ઉપરાંત વિક્રાંત મેસ્સી (Vikrant Massey)પણ જોવા મળે છે. વિક્રાંતનો પણ ફિલ્મમાં દમદાર રોલ હશે તેવું ટ્રેલર પરથી લાગી રહ્યું છે. દીપિકાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ રોલ તેણે અત્યાર સુધી નિભાવેલા પાત્રોમાં સૌથી કપરો છે. દીપિકાએ કહ્યું હતું કે, ‘આ ફિલ્મનું પાત્ર ભાવનાત્મક ધોરણે ભજવવું મુશ્કેલ રહ્યું કારણકે આ ફિલ્મ સર્વાઈવલથી વધુ વાત કરે છે. લક્ષ્મીના પાત્રને ન્યાય આપવા માટે ખૂબ મહેનત કરવી પડી છે.’ 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More