નવી દિલ્હી : #MeToo અંગે બોલિવૂડમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહે 2017નો પોતાનો અનુભવ શેર કર્યો છે. તેણે જણાવ્યું છે કે ફિલ્મ બાબુમોશાઈ બંદૂકબાઝના શૂટિંગ દરમિયાન તેની સતામણી થઈ હતી.
સુસ્મિતાને મળી ગયો છે સુપરહોટ બોયફ્રેન્ડ, ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે તસવીર !
પોતાનો અનુભવ જણાવતા ચિત્રાંગદાએ કહ્યું છે કે, એક લવ મેકિંગ સિન માટે ફિલ્મના પ્રોડ્યૂસર અને ડિરેક્ટર તેને પરેશાન કરતા હતા અને આ સમયે કો-સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકી ચૂપ રહ્યો હતો. એક્ટ્રેસે કરેલા આક્ષેપ અનુસાર, તેને જ્યારે આ લવમેકિંગ સીન અંગે કહેવાયું ત્યારે તેણે તેની સામે વાંધો લીધો હતો. ચિત્રાંગદાના આરોપ પ્રમાણે એ વખતે તેને ધમકી આપી દબાણ કરવામાં આવ્યું હતું. આખરે આ મામલે જ વાંધો પડતા ચિત્રાંગદાને ફિલ્મમાંથી પડતી મૂકાઈ હતી.
#Me Too : હવે હુમા કુરેશીના ભાઈ સાકિબે જણાવી આપવીતી, 'હું 21 વર્ષનો હતો ત્યારે...'
નવાઝુદ્દીન પર આક્ષેપ કરતા ચિત્રાંગદાએ કહ્યું હતું કે, તે વખતે નવાઝુદ્દીન ધારત તો મને મદદ કરી શકે તેમ હતો, પરંતુ મને મદદ કરવાને બદલે તે ચૂપ રહ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે