મુંબઈ: બોલીવુડ અભિનેત્રી સાન્યા મલ્હોત્રા (Sanya Malhotra), જે હાલમાં જ ડાન્સ દીવાને શોમાં ગેસ્ટ તરીકે આવી હતી. તેણે તે વખતે એ સમયને પણ યાદ કર્યો કે જ્યારે વડોદરાના કોર્યોગ્રાફર ધર્મેશ યેલાન્ડે (Dharmesh Yelande) એ તેને રિયાલિટી શોમાં રિજેક્ટ કરી હતી. ધર્મેશ હાલ ડાન્સ દીવાને રિયાલિટી શોમાં જજ છે. તેણે પોતાની કરિયરની શરૂઆતમાં એક ઓડિશનમાં સાન્યાની પસંદગી કરી નહતી.
તે દિવસને યાદ કરતા સાન્યાએ કહ્યું કે 'આજે મારા માટે જીવન એક પૂર્ણ ચક્ર બની ગયું છે. છ વર્ષ પહેલા હું એક ડાન્સ રિયાલિટી શોના ઓડિશન માટે આ સ્ટુડિયોમાં આવી હતી અને હું ઓડિશન પાસ કરી શકી નહતી.' તેણે કહ્યું કે 'મને યાદ છે કે રાતે એક વાગ્યો હતો જ્યારે હું ફ્રી થઈ. હું તમારા કારણે ઓડિશન પાસ કરી શકી નહતી. પરંતુ હવે હું અહીં મારી ફિલ્મના પ્રચાર માટે આવી છું.'
ધર્મેશે સાન્યાના એ તમામ પરિશ્રમો માટે તેને અભિનંદન પાઠવ્યા અને સપનાને હાસલ કરવા બદલ બિરદાવી. તેણે એમ પણ કહ્યું કે તે કોઈ પણ વ્યક્તિ માટે એક મહાન ઉદાહરણ છે જે અસ્વીકૃતિઓનો સામનો કરે છે અને આગળ વધે છે. આ બધા વચ્ચે સાન્યાની ફિલ્મ 'પગલેટ' નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ગઈ છે.
હોળી વખતે આ અભિનેત્રી સાથે થઈ હતી 'ગંદી હરકત', કહ્યું-તેણે મારા સ્કર્ટમાં હાથ નાખ્યો અને...
ચર્ચામાં છે પ્રિયંકા ચોપરાની રેસ્ટોરન્ટ, શું તમને ખબર છે બીજા બોલીવુડ સેલેબ્સ ના શું છે બિઝનેસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે