Home> Entertainment
Advertisement
Prev
Next

કુંવારી કોરિયોગ્રાફર ગીતા કઈ રીતે બની ગઈ 'મા'? કોની પર આવ્યું છે ગીતા માનું દિલ? જાણો ડાન્સ માસ્ટરની Untold Love Story

CHOREOGRAPHER GEETA KAPOOR RUMORED LOVE STORY: કોરિયોગ્રાફર ગીતા મા હજી સુધી છે કુંવારી, આ વ્યક્તિ સાથેના વાયરલ ફોટાએ લોકોમાં ઉભી કરી ચર્ચા

કુંવારી કોરિયોગ્રાફર ગીતા કઈ રીતે બની ગઈ 'મા'? કોની પર આવ્યું છે ગીતા માનું દિલ? જાણો ડાન્સ માસ્ટરની Untold Love Story

ઝી બ્યૂરો, અમદાવાદઃ  ડાન્સ માસ્ટર અને કોરિયોગ્રાફર ગીતા મા ને તો તમે ઓળખતા જ હશો. ફરહા ખાન જોડે મળીને તેમણે અનેક ફિલ્મોમાં અનેક સુપર હીટ ગીતોની કોરિયોગ્રાફી કરી છે. એટલું જ નહીં ડાન્સ ઈન્ડિયા ડાન્સ જેવા અનેક રિયાલિટી શોમાં જજ બનીને પણ ગીતા મા એ અનેક ડાન્સની લાઈફ બનાવી છે. જોકે, કુંવારા હોવા છતાં ગીતા માંથી તેઓ ગીતા મા કઈ રીતે બની ગયા એ કહાની પણ જાણવા જેવી છે. સાથે જ તેમની પ્રેમકહાની પણ કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટથી કમ નથી.

fallbacks

અંબાણી પરિવારની આ વહુ પર ક્યારેક બોલીવુડના સિતારાઓ પણ હતા ફિદા, આજે જીવે છે આવી જિંદગી!

fallbacks

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણિતા ડાન્સ કોરિયોગ્રાફરમાં ગીતા કપૂર હાલ ડાન્સ રિયાલિટી શો માં જજ છે. ગીતા કપૂરે હજી સુધી લગ્ન નથી કર્યા પરંતું તેના ફેન્સ અને રિયાલિટી શોઝના કન્ટેસ્ટન્ટ તેને 'ગીતા મા' કહીને બોલાવે છે. તેની પાછળનું કારણ એવું છેકે, તેમના ડાન્સ ગ્રૂપમાંથી એક બાળક તેમને મા કહીને બોલાવતો હતો. ત્યાર બાદ એકનું જોઈને બીજા બાળકો પણ તેમને મા કહીને બોલાવવા લાગ્યાં. જોત-જોતામાં ગીતા કપૂરમાંથી તેઓ ગીતા મા બની ગયા. આજે બધા જ તેમને ગીતા મા કહીને બોલાવે છે.
 

મહાભારતમાં કેમ કૃષ્ણની ભૂમિકા નહોતા ભજવવા માંગતા નીતીશ ભારદ્વાજ? જાણો વિદુરમાંથી કઈ રીતે કૃષ્ણ બની ગયા ભારદ્વાજ

fallbacks

થોડા દિવસ પહેલા ગીતા કપૂરે સોશિયલ મીડિયામાં ફોટા શેર કર્યા હતા, જેમાં તેને સિંદૂર લગાવેલ હતું. આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા. ગીતા કપૂર આ અગાઉ પણ તેના અફેયરના કારણે ચર્ચામાં આવી ચૂકી છે. કોરિયોગ્રાફર ગીતા કપૂર કેટલાક વર્ષો પહેલા તેના અફેયરના કારણે ચર્ચામાં આવી હતી, લોકોએ તેમના એક મિત્રને બોયફ્રેન્ડ માની લીધો હતો, ગીતા માની આ વ્યક્તિ સાથેના ફોટા વાયરલ થયા હતા, લોકોએ એવો અંદાજો લગાવ્યો હતો કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.
 

બોલીવુડની આ અભિનેત્રીએ પિતાને જ માની લીધાં હતા પોતાના બોયફ્રેંડ! પર્સનલ લાઈફની એવી વાત સામે આવી કે શું કહેવું...

fallbacks

ગીતા મા સાથે જે વ્યક્તિના ફોટા વાયરલ થયા હતા તેનું નામ રાજીવ ખિંચી છે, રાજીવ અને ગીતા ખૂબ જ સારા મિત્રો છે, રાજીવ ખિંચી જાણીતા મોડલ છે, જે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ એક્ટિવ છે. જ્યારે બંનેના નામની ચર્ચાએ જોર પકડ્યું ત્યારે રાજીવે સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા કરી હતી કે તે બંને સારા મિત્ર જ છે. ઘણા સ્થળો પર રાજીવ અને ગીતા ઘણીવાર એકસાથે જોવા મળતા હતા, બંને એકબીજા સાથે ઘણો સમય સાથે વીતાવતા હોય છે. રાજીવ અને ગીતાએ લગભગ સાથે જ કારકિર્દીની શરૂઆત કરી હતી. ગીતા માએ હજી સુધી લગ્ન ન કર્યા, લોકોનું માનવું છે કે ગીતાના હ્રદયમાં રાજીવ માટે ખાસ જગ્યા છે.  

 

Kishore Kumar ના પુત્ર અમિત કુમારે ખોલી Indian Idol ની પોલ, શું કહ્યું એ જાણીને તમે પણ ચોંકી જશો

 

Bollywood Actress ને ફિલ્મ મેકરે કહ્યું તારા કપડાં ઉતાર, તારું આખું શરીર જોયા પછી તને રોલ આપીશ!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More