Home> Entertainment
Advertisement
Prev
Next

નગ્ન ફોટોશૂટને લઈને વધી શકે છે રણવીરની મુશ્કેલી, મહિલાએ નોંધાવી ફરિયાદ

બોલીવુડ અભિનેતા રણવીર સિંહે પોતાના ન્યૂડ ફોટોશૂટને લઈને ખુબ ચર્ચામાં છે. હવે એક મહિલાએ તેના વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે અરજી કરી છે. 
 

નગ્ન ફોટોશૂટને લઈને વધી શકે છે રણવીરની મુશ્કેલી, મહિલાએ નોંધાવી ફરિયાદ

મુંબઈઃ બોલીવુડ અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ રણવીર સિંહ દ્વારા કરાવવામાં આવેલા ન્યૂડ ફોટોશૂટને કારણે કરવામાં આવી છે. ફરિયાદી મહિલા છે. મહિલાએ મુંબઈ પોલીસને કરેલી અરજીમાં કહ્યું કે રણવીર સિંહના નગ્ન ફોટોશૂટથી મહિલાઓની ભાવનાઓ દુભાઈ છે અને ગરિમાને ઠેંસ પહોંચી છે. મુંબઈ પોલીસ પાસે માંગ કરવામાં આવી છે કે રણવીર સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. 

fallbacks

મુંબઈ પોલીસને એક અરજી આપી અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર નગ્ન તસવીરો દ્વારા મહિલાઓની ભાવનાને ઠેંસ પહોંચાડવાના આરોપમાં એફઆઈઆર દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. મુંબઈના ઉપનગરોમાં સ્થિત એક બિન-સરકારી સંસ્થાના પદાધિકારીએ ફરિયાદ અરજી ચેંબૂર પોલીસ સ્ટેશનમાં આપી છે. પોલીસના અધિકારીએ જણાવ્યું કે અરજીકર્તાએ કહ્યું કે અભિનેતાએ પોતાની તસવીરોથી મહિલાઓની ભાવનાને ઠેંસ પહોંચાડી અને તેની ગરિમાનું અપમાન કર્યું છે. 

આ પણ વાંચોઃ ન્યૂડ ફોટો બાદ ચર્ચામાં રણવીર સિંહ, હવે આ અભિનેત્રીએ કહ્યું- મેં તેને ઘણીવાર કપડા વગર જોયો છે

ફરિયાદીએ અભિનેતા વિરુદ્ધ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદા અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવાની માંગ કરી છે. પોલીસ અધિકારીએ કહ્યું- અમને એનજીઓ સાથે જોડાયેલી એક વ્યક્તિની અરજી મળી. હજુ સુધી કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી. અમે તપાસ કરી રહ્યાં છીએ.

નોંધનીય છે કે બોલીવુડ એક્ટર રણવીર સિંહે કેટલાક દિવસ પહેલા ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. સોશિયલ મીડિયા પર તેની તસવીર ખુબ વાયરલ થઈ હતી. રણવીર સિંહે એક મેગેઝિન માટે આ ફોટોશૂટ કરાવ્યું હતું. ત્યારબાદ રણવીર સિંહે કહ્યું હતું કે તે આ પ્રકારના ફોટોશૂટ માટે સહજ છે અને બધાની સામે કપડા વગર આવી શકે છે. 
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More