Home> Entertainment
Advertisement
Prev
Next

Asim Riaz: બીજા સ્પર્ધકોએ ઉશ્કેર્યો હતો આસિમને... આસિમના સપોર્ટમાં બોલી શિલ્પા શિંદે, ખરેખર સેટ પર શું થયું હતું તે પણ જણાવ્યું

Asim Riaz Controversy: આ મામલે ખરેખર શું થયું હતું તે ખતરોં કે ખિલાડી 14 ની જ સ્પર્ધકે જણાવ્યું છે. જે વીડિયો જોવા મળે છે તેની પાછળ કયું કારણ જવાબદાર છે તે શોની સ્પર્ધક શિલ્પા શિંદેએ જણાવ્યું છે અને સાથે જ આસિમને સપોર્ટ પણ કર્યો છે. શિલ્પાએ ખુલાસો કર્યો છે કે શોના અન્ય સ્પર્ધકોએ આસિમને બુલી કરી ઉશ્કેર્યો હતો. 

Asim Riaz: બીજા સ્પર્ધકોએ ઉશ્કેર્યો હતો આસિમને... આસિમના સપોર્ટમાં બોલી શિલ્પા શિંદે, ખરેખર સેટ પર શું થયું હતું તે પણ જણાવ્યું

Asim Riaz Controversy: ખતરોં કે ખિલાડી 14 ની શરુઆત જ વિવાદ સાથે થઈ છે. પહેલા જ એપિસોડમાં આસિમ રિયાઝે ગુસ્સામાં શોના અન્ય ખેલાડીઓ અને રોહિત શેટ્ટી સાથે ઝઘડો કર્યો હતો. જેના કારણે રોહિત શેટ્ટીએ તેને બહારનો રસ્તો દેખાડી દીધો છે. આ ઝઘડાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આસિમનું વર્તન જોઈ સોશિયલ મીડિયા પર પણ બે પાર્ટ પડી ગયા છે. કેટલાક લોકો આસિમનો સપોર્ટ કરે છે તો કેટલાક લોકો તેના વિરુદ્ધ બોલે છે. 

fallbacks

આ પણ વાંચો: Horror Movies: સત્ય ઘટના પર આધારિત છે બોલીવુડની આ હોરર ફિલ્મો, તમે જોઈ છે કે નહીં ?

જો કે આ મામલે ખરેખર શું થયું હતું તે ખતરોં કે ખિલાડી 14 ની જ સ્પર્ધકે જણાવ્યું છે. જે વીડિયો જોવા મળે છે તેની પાછળ કયું કારણ જવાબદાર છે તે શોની સ્પર્ધક શિલ્પા શિંદેએ જણાવ્યું છે અને સાથે જ આસિમને સપોર્ટ પણ કર્યો છે. શિલ્પાએ ખુલાસો કર્યો છે કે શોના અન્ય સ્પર્ધકોએ આસિમને બુલી કરી ઉશ્કેર્યો હતો જેના કારણે તે એપિસોડમાં એક્સટ્રીમ સુધી પહોંચી ગયો. 

આ પણ વાંચો: કેન્સરની સારવારમાં હિના ખાને ગુમાવ્યા વાળ, વીડિયો શેર કરી જણાવ્યું કેવી છે હાલત

શિલ્પા શિંદેએ એક ઈંટરવ્યુમાં આ ઘટના અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ખતરોં કે ખિલાડી 14 ના સેટ પર તે દિવસ શું થયું. શિલ્પાએ કહ્યું હતું કે, તે દિવસે કંઈ થયું ન હતું. પરંતુ પાણી આસિમના માથા પરથી ઉપર જઈ રહ્યું હતું. એક વ્યક્તિ એક તરફ અને બીજા બધા એક તરફ એવું હતું. 

આ પણ વાંચો: આ હોરર ફિલ્મો જોવી કાચા પોચા લોકોનું કામ નથી, ભૂત આસપાસ ફરતું હોય તેવો અનુભવ કરાવે

શિલ્પા શિંદેએ ઉમેર્યું કે બધા લોકોને તેનો સ્વભાવ ખબર હતી. તે ગુસ્સૈલ વ્યક્તિ નથી પરંતુ તે વધારે બોલવાવાળો છે તેને બોલતો અટકાવવો પડે છે. તેની બોલવાની રીત ખોટી હોય શકે છે. ઘણા લોકો સફળતાને હેન્ડલ કરી શકતા નથી. તેણે જણાવ્યું હતું કે આસિમને બુલી કરવામાં આવ્યો હતો પણ પછી તેણે પોતાના પગ પર જ કુલ્હાડી મારી લીધી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More