Home> Entertainment
Advertisement
Prev
Next

#Couplechallenge થી આ વ્યક્તિની ખુલી ગઇ કિસ્મત, હોલીવુડની અભિનેત્રીએ આપ્યો જવાબ

આજકાલ સોશિયલ મીડિયામાં કપલ ચેલેન્જ ટ્રેન્ડ (#couplechallenge) કરી રહી છે. ઘણા કપલ્સ પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. તે શું કરે, જે સિંગલ છે. તેમણે તેનો તોડ શોધી કાઢ્યો છે.

#Couplechallenge થી આ વ્યક્તિની ખુલી ગઇ કિસ્મત, હોલીવુડની અભિનેત્રીએ આપ્યો જવાબ

નવી દિલ્હી: આજકાલ સોશિયલ મીડિયામાં કપલ ચેલેન્જ ટ્રેન્ડ (#couplechallenge) કરી રહી છે. ઘણા કપલ્સ પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. તે શું કરે, જે સિંગલ છે. તેમણે તેનો તોડ શોધી કાઢ્યો છે. તે પોતાની મનપસંદ અભિનેતા અને અભિનેત્રીઓ સાથે ફોટો શેર કરતાં જોઇ શકો છો. 

fallbacks

એવામાં એક ટ્વિટર યૂઝરનું ટ્વીટ વાયરલ થઇ ગયું છે. આ વ્યક્તિએ ફોટોશોપની કમાલ કરતાં પોતાની મનપસંદ હોલીવુડ અભિનેત્રી Alexandra Daddario સાથે પોતાનો એક ફોટો શેર કર્યો છે. પોસ્ટ એટલી મજેદાર છે કે અભિનેત્રીએ તેમની પોસ્ટ પર કોમેન્ટ કરી Alexandra Daddario એ કોમેન્ટ કર્યા બાદ તેમની આ પોસત વાયરલ થઇ ગઇ છે. ફોટામાં આ વ્યક્તિ માસ્કમાં જોવા મળી રહ્યો છે અને જાણિતી અભિનેત્રી Alexandra Daddario ખેતર વચ્ચે ઉભેલી જોવા મળી રહી છે. ફોટો ફોટોશોપમાં બનાવવામાં આવ્યો છે. પરંતુ ક્રિએટિવિટી જોવા લાયક છે. ફોટામાં કેપ્શન પણ રસપ્રદ આપ્યું છે. ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે 'ઇર્ષા કરનારાઓ તો એમ જ કહેશે કે ફોટોશોપનો ઉપયોગ કર્યો છે.' લોકોને તેમની આ પોસ્ટ ખૂબ પસંદ આવી. 

દુનિયાની સૌથી સુંદર અભિનેત્રીએ આપ્યો જવાબ
અભિનેત્રીએ  આ વ્યક્તિના ટ્વીટને રી-ટ્વિટ કરતાં લખ્યું 'ખરેખર આ અઠવાડિયું રસપ્રદ રહ્યું' ત્યારબાદ તો તેમની આ ટ્વીટને હજારો લાઇક અને રી-ટ્વીટ્સ મળી ચૂકી છે. તેને અત્યાર સુધી 75 હજારથી વધુ લોકોએ લાઇક કરી છે. અને 8.7થી વધુ રી-ટ્વીટ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે દુનિયાની સૌથી સુંદર અભિનેત્રીઓમાં Alexandra Daddario ની ગણતરી થાય છે. 

ત્યારબાદ આ વ્યક્તિ પોતાની ભાવનાઓને છુપાવી ન શક્યો અને કહ્યું તેમને વિશ્વાસ થઇ રહ્યો નથી. ઘણા લોકોએ તેમની આ ટ્વિટ પર રસપ્રદ કોમેન્ટ કરી છે, જેને વાંચીને તમે પણ હાસ્ય રોકી શકશો નહી. એક વ્યક્તિએ જવાબ આપ્યો છે કે તમે પ્રેમમાં પડી ગયા ભાઇ. એક વ્યક્તિએ તેમને લકી ગણાવ્યા. જો તમે પણ સિંગલ છો અને કોઇ સ્ટારના પ્ર્ત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માંગો છો, તો તમે પણ આમ કરી શકો છો. શરત એટલી છે કે તમને ફોટોશોપનો ઉપયોગ આવડતો હોવો જોઇએ. કદાચ તમારી કિસ્મત પણ ખુલી જાય.

બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More