Home> Entertainment
Advertisement
Prev
Next

Corona ની મહામારીમાં ભારતની મદદ કરવા મહાનાયકે દુનિયાને કરી આજીજી, કોવિડ કેર માટે આપ્યાં 2 કરોડ

કોરોનાની મહામારીના કારણે હાલ ભારતમાં હાહાકાર મચ્યો છે. કોરોનાની બીજી લહેર પહેલાં કરતા ખુબ જ ઘાતક સાબિત થઈ હતી છે. આ સ્થિતિમાં બોલીવુડના મહાનાયક કોરોનાના દર્દીઓની વહારે આવ્યાં છે.

Corona ની મહામારીમાં ભારતની મદદ કરવા મહાનાયકે દુનિયાને કરી આજીજી, કોવિડ કેર માટે આપ્યાં 2 કરોડ

ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોનાની મહામારીના કારણે હાલ ભારતમાં હાહાકાર મચ્યો છે. કોરોનાની બીજી લહેર પહેલાં કરતા ખુબ જ ઘાતક સાબિત થઈ હતી છે. આ સ્થિતિમાં બોલીવુડના મહાનાયક કોરોનાના દર્દીઓની વહારે આવ્યાં છે. અમિતાભ બચ્ચને કોરોનાના દર્દીઓની સારવાર માટે કોવિડ કેર સેન્ટરને 2 કરોડ રૂપિયા આપ્યાં. સાથે જ દુનિયાના દેશોને આ વિકટ સ્થિતિમાં ભારતની મદદ કરવા માટે પણ અમિતાભે ભાવુક થઈને અપીલ કરી.

fallbacks

કોરોનાની સારવાર માટે આપ્યાં 2 કરોડ રૂપિયાઃ
દિલ્લીમાં કોવિડ સેન્ટર માટે 2 કરોડ રૂપિયા આપ્યા છે. કોવિડ કેર ફેસિલીટી રકાબગંજ ગુરુદ્વારાએ આ વાતની જાણકારી આપી છે. આ સેન્ટર સોમવાર એટલે કે આજથી ચાલુ થશે અને તેમાં 300 બેડ હશે. આ ડોનેશન વિશે અકાલી દળ પાર્ટીના નેશનલ સ્પોક્સ પર્સન મનજિંદર સિરસાએ પણ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે. સિરસાએ આગળ લખ્યું, જ્યારે દિલ્હીમાં ઓક્સિજનની અછત હતી ત્યારે અમિતાભ બચ્ચન રોજ મને ફોન કરીને આ ફેસિલીટી વિશે પૂછતા હતા.

fallbacks

કોરોનાને હરાવવો હોય તો વેક્સીન લોઃ
સંકટની ઘડીમાં સદીના મહાનાયકની દરિયાદિલી જોવા મળી. અમિતાભ બચ્ચને દિલ્લીમાં કોવિડ કેર સેન્ટરમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે 300 બેડની વ્યવસ્થા કરવા માટે 2 કરોડ રૂપિયાનું દાન આપ્યું. આ સાથે જ બિગ બીએ એમ પણ કહ્યુંકે, હાલની સ્થિતિ ખુબ જ વિકટ છે. દરેકે સરકારે આપેલી ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. એટલું જ નહીં કોરોનાને હરાવવા માટે બિગ બીએ દરેકને વેક્સિન લેવાની પણ અપીલ કરી. બિગ બીએ પોસ્ટમાં વેક્સિનેશન પર પણ ભાર આપ્યો છે. તેમણે લખ્યું, કોરોનાને હરાવવાનો એકમાત્ર રસ્તો છે, વેક્સિનેશન. આથી જોઈન કરો અને સપોર્ટ કરો. કોમેડી સેન્ટ્રલ, વાયાકોમ 18, VH1 અને વિઝક્રાફ્ટ ઇન્ડિયા જેવી કંપની વેક્સ લાઈવ કન્સર્ટ લઇને આવ્યા છે, જેથી દુનિયા કોરોનાવાઇરસ સામે લડવામાં એક થઈ શકે.

ભાવુક થયેલાં અમિતાભે ભારતને મદદ માટે દુનિયાને અપીલ કરીઃ
રવિવારે અમિતાભ બચ્ચને તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર વેક્સ લાઈવ ઇવેન્ટની ઝલક કરાવી, તેમણે દુનિયાને ભારતની મદદ કરવા વિનંતી કરી છે. 78 વર્ષીય અમિતાભે આ ગ્લોબલ ઇવેન્ટના પ્રમોશનલ વીડિયોમાં કહ્યું, દુનિયાભરના લોકો ભારતને આ ખતરનાક ઘાતક વાઈરસ સામે લડવામાં મદદ કરે. આ ઇવેન્ટમાં સેલેના ગોમેઝ, પ્રિન્સ હેરી, મેગન માર્કલ, જેનિફર લોપેઝ સહિત અન્ય સેલેબ્સ પણ સામેલ હતા. ઇવેન્ટ 9 મેના રોજ રાતે યોજાઈ હતી, તેનું રિપીટ ટેલિકાસ્ટ 10 અને 11 મેના રોજ થશે.

ગ્લોબલ સિટીઝન તરીકે હું બાકીના ગ્લોબલ સિટીઝનને વિનંતી કરું છું:
વીડિયોમાં બચ્ચને કહ્યું, નમસ્કાર હું અમિતાભ બચ્ચન. મારો ભારત દેશ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે. ગ્લોબલ સિટીઝન તરીકે હું બાકીના ગ્લોબલ સિટીઝનને વિનંતી કરું છું કે, તમારી સરકારો, ફાર્માસ્યુટિકલ કંપની સાથે વાત કરો અને તેમને દાન આપો. જનતાની મદદ કરવી અત્યારે સૌથી મહત્ત્વનું છે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું, વિનમ્રતાથી તમે આખી દુનિયાને ડગમગાવી શકો છો.

ઉલ્લેખનીય છેકે, થોડા સમય પહેલાં જ અમિતાભ બચ્ચન અને તેમના પરિવારના સભ્યો પણ કોરોનાથી સંક્રમિત થાય હતા. તેથી તેઓ આ વાયરસ અને તેનાથી થતી પીડા અને તે અંગેની ગંભીરતાને બખુબી જાણે છે. એટલે જ સદીનો આ મહાનાયક આ મહામારીમાં લગાવી રહ્યો છે મદદની ગુહાર. હવે  ટૂંક સમયમાં બિગ બી નવી સિઝનમાં દેખાશે. અમિતાભ બચ્ચનના ગેમ રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ'ની 13મી સિઝન ફરી શરૂ થવા જઈ રહી છે. હાલમાં જ સો.મીડિયામાં આ શો અંગેની માહિતી આપવામાં આવી હતી. 

Mucormycosis: કોરોનાના દર્દીઓમાં Black Fungus ના કેસ વધી રહ્યા છે, બચાવ માટે ICMR એ બહાર પાડી એડવાઈઝરી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More