Home> Entertainment
Advertisement
Prev
Next

કોરોનાની રસી મૂકાવનારી બોલીવુડની પહેલી અભિનેત્રી...જેણે UAE માં કરાવ્યું વેક્સીનેશન 

કોરોના રસીની દરેક આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. બહુ જલદી દેશમાં કોરોના રસીકરણ અભિયાન શરૂ થશે. દુનિયામાં પણ અનેક દેશોમાં કોરોના રસી મૂકવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને લોકો કોરોનાની રસી મૂકાવવા લાગ્યા છે. બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શિરોડકરે પણ કોરોનાની રસી મૂકાવી લીધી છે. 

કોરોનાની રસી મૂકાવનારી બોલીવુડની પહેલી અભિનેત્રી...જેણે UAE માં કરાવ્યું વેક્સીનેશન 

નવી દિલ્હી: કોરોના રસીની દરેક આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. બહુ જલદી દેશમાં કોરોના રસીકરણ અભિયાન શરૂ થશે. દુનિયામાં પણ અનેક દેશોમાં કોરોના રસી મૂકવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને લોકો કોરોનાની રસી મૂકાવવા લાગ્યા છે. બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શિરોડકરે પણ કોરોનાની રસી મૂકાવી લીધી છે. 

fallbacks

Sonu Sood મોટી મુશ્કેલીમાં!, BMC એ તેના પર કેસ કર્યો, જાણો શું છે મામલો 

શિલ્પાએ મૂકાવી કોરોનાની રસી
બોલીવુડની અભિનેત્રી શિલ્પા શિરોડકરે કોરોનાની રસી મૂકાવી લીધી છે. સોશિયલ મીડિયા પર રસી મૂકાવ્યા બાદ અભિનેત્રીએ એક પોસ્ટ શેર કરી છે. શિલ્પાએ લખ્યું કે, 'રસી મૂકાવી લીધી છે અને હવે હું સુરક્ષિત છું. Thank you UAE'. આ કેપ્શનથી જાણવા મળે છે કે તેણે UAEમાં રસી મૂકાવી છે. 

UAEમાં છે શિલ્પા
અત્રે જણાવવાનું કે અનેક દેશોમાં રસી મૂકવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શિલ્પા શિરોડકાર હાલ યુએઈમાં રહે છે. તેણે ત્યાં રસી મૂકાવી છે. શિલ્પા શિરોડકર પૂર્વ મિસ ઈન્ડિયા નમ્રતા શિરોડકરની બહેન છે અને સાઉથ સુપરસ્ટાર મહેશબાબુની સાળી છે. અત્રે જણાવવાનું કે શિલ્પા અને નમ્રતાએ સાથે કેરિયરની શરૂઆત કરી હતી. નમ્રતા પહેલા મોડેલિંગમાં હતી અને ત્યારબાદ ફિલ્મોમાં આવી જ્યારે શિલ્પાએ ફિલ્મોથી જ શરૂઆત કરી હતી. 

fallbacks

PHOTO: 'કબીર સિંહ'ની હિરોઈનનું ન્યૂડ ફોટોશૂટ, પતંગ પાછળ બોડી છૂપાવીને આપ્યો આ ખાસ મેસેજ

શિલ્પાએ કરી આ ફિલ્મો
શિલ્પા શિરોડકરે કિશન કનૈયા, ત્રિનેત્ર, દિલ હી તો હૈ, આંખે, પહચાન, ગોપી કિશન, મૃત્યુદંડ જેવી હીટ ફિલ્મો કરી છે. છેલ્લે તે 'ગજ ગામિની'માં જોવા મળી હતી. લગ્ન બાદ તેણે કામ છોડી દીધુ હતું. ત્યારબાદ 10 વર્ષે ટીવી શોમાં કામ કર્યું અને 'એક મુઠ્ઠી આસમાન' સીરિયલમાં તે જોવા મળી. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More