Home> Entertainment
Advertisement
Prev
Next

Daljeet Kaur Wedding: દલજીત કૌરે આ ગુજરાતી સાથે લીધા સાત ફેરા, જાણો લગ્નની વાયરલ PHOTOs

Daljeet-Nikhil Wedding: અગાઉ દલજીત કૌરે તેના ઈન્સ્ટાગ્રામ પર દુલ્હનના ડ્રેસમાં તસવીરો શેર કરી હતી. જેને ચાહકોએ ઘણી પસંદ કરી હતી. દલજીત કૌરે આઈવરી લહેંગા પહેર્યો છે. સાથે જ તેણે લાલ રંગનો દુપટ્ટો પણ રાખ્યો છે. તેઓએ હિંદુ પરંપરા મુજબ લગ્ન કર્યા છે.

Daljeet Kaur Wedding: દલજીત કૌરે આ ગુજરાતી સાથે લીધા સાત ફેરા, જાણો લગ્નની વાયરલ PHOTOs

Dalljiet Kaur Wedding Photos: દલજીત કૌર અને નિખિલ પટેલે લગ્ન કરી લીધા છે. બંનેના લગ્નની તસવીરો કરિશ્મા તન્ના અને રિદ્ધિ ડોગરાએ શેર કરી છે. આમાં બંને લગ્નની વિધિ નિભાવતા જોવા મળી રહ્યા છે. દલજીત કૌરે શનિવારે પોતાના બોયફ્રેન્ડ નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા. તેમની ખાસ મિત્ર કરિશ્મા તન્નાએ લગ્ન સાથે જોડાયેલી તસવીરો શેર કરી છે. બંનેએ શનિવારે મુંબઈમાં લગ્ન કર્યા હતા. લગ્ન સમારોહની વધુ ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

fallbacks

fallbacks

દિલજીત કૌરે દુલ્હનના ડ્રેસમાં શેર કરી છે તસવીરો 
અગાઉ દલજીત કૌરે તેના ઈન્સ્ટાગ્રામ પર દુલ્હનના ડ્રેસમાં તસવીરો શેર કરી હતી. જેને ચાહકોએ ઘણી પસંદ કરી હતી. દલજીત કૌરે આઈવરી લહેંગા પહેર્યો છે. સાથે જ તેણે લાલ રંગનો દુપટ્ટો પણ રાખ્યો છે. તેઓએ હિંદુ પરંપરા મુજબ લગ્ન કર્યા છે.

fallbacks

દલજીત કૌરે પણ લગ્નની તસવીરો  શેર કરી છે.
દલજીત કૌરે પણ લગ્નની પોતાની તસવીરો પણ શેર કરી છે. તેમણે તસવીર શેર કરતાની સાથે લખ્યું, 'મિસ્ટર એન્ડ મિસિસ પટેલ.' તેમની તસવીર ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે. તેમાં તેને નિખિલ પટેલ સાથે લગ્નના ફેરા લેતા લખી શકાય છે. બંને ઘણા ખુશ દેખાઈ રહ્યા છે. બીજા ફોટામાં બંને બેસીને પૂજા કરી રહ્યાં છે. ત્રીજા ફોટામાં દિલજીત અને નિખિલ એકબીજાને જોઈ રહ્યાં છે. ચોથા ફોટોમાં બંને કેમેરા સામે જોઈને પોઝ આપી રહ્યાં છે. પાંચમા ફોટામાં બંને ફેરા લેતા જોવા મળે છે. જ્યારે, છઠ્ઠા ફોટામાં બંને તેમના બાળકો સાથે જોવા મળી રહ્યા છે.

fallbacks

દલજીત કૌરે શાલીન ભનોટ વિરુદ્ધ લીધા છે છૂટાછેડા
નોંધનીય છે કે, દલજીત કૌરના લગ્ન પહેલા શાલીન ભનોટ સાથે થયા હતા. તેમને એક પુત્ર પણ છે. જોકે, બાદમાં બંને અલગ થઈ ગયા હતા. હવે દલજીત કૌરે નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા છે. ઇન્સ્ટાગ્રામ પર દલજીત કૌરની તસવીરો પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેને 20 મિનિટમાં 13 હજારથી વધુ લાઈક્સ મળી છે. જ્યારે, તેના પર 250થી વધુ ટિપ્પણીઓ કરવામાં આવી છે.

દલજીતે કર્યું નિખિલનું મોં મીઠું
સ્ટેજ પર પહોંચ્યા પછી દલજીત કૌર અને નિખિલ પટેલ લાંબા સમય સુધી એકબીજા સામે જોયા પછી પ્રેમથી એકબીજાને માળા પહેરાવે છે. ત્યારબાદ નિખિલ તેને ગળે લગાવે છે. સાથે કંઈક કહે છે, ત્યારબાદ બન્નેના ચહેરા પર સ્માઈલ આવી જાય છે. આટલું જ નહીં, જ્યારે બંને સોફા પર બેસે છે, ત્યારે અભિનેત્રી તેના પતિનું મોં પણ મીઠુ કરાવે છે. અભિનેત્રીના આ ખાસ અવસર પર કરિશ્મા તન્ના, સનાયા ઈરાની, સુનૈના ફોજદાર, પ્રણિતા પંડિત, રિદ્દી ડોગરા અને અન્ય લોકો પહોંચ્યા હતા.

દલજીત લગ્ન બાદ જશે આફ્રિકા
દલજીત કૌરે પહેલા શાલીન ભનોટ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બાદમાં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. હવે તેણીના લગ્ન નિખિલ પટેલ સાથે થયા છે, જેમને બે પુત્રીઓ છે. હવે તે તેના પુત્ર સાથે આફ્રિકા શિફ્ટ થશે અને બાદમાં યુકેમાં તેની દુનિયા વસાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More