Home> Entertainment
Advertisement
Prev
Next

Dance Deewane હોસ્ટ રાઘવ જુયાલને કોરોના થયો, આ બે અભિનેત્રી પણ કોરોના સંક્રમિત

કોરોના વાયરસનો કેર આખી દુનિયા પર વરસી રહ્યો છે પરંતુ ભારતમાં તો તેનો પ્રકોપ ભયંકર હદે જોવા મળી રહ્યો છે જેનાથી મનોરંજન જગત પણ બાકાત નથી. બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ હસ્તીઓ સતત સંક્રમિત થઈ રહી છે.

Dance Deewane હોસ્ટ રાઘવ જુયાલને કોરોના થયો, આ બે અભિનેત્રી પણ કોરોના સંક્રમિત

નવી દિલ્હી: કોરોના વાયરસનો કેર આખી દુનિયા પર વરસી રહ્યો છે પરંતુ ભારતમાં તો તેનો પ્રકોપ ભયંકર હદે જોવા મળી રહ્યો છે જેનાથી મનોરંજન જગત પણ બાકાત નથી. બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ હસ્તીઓ સતત સંક્રમિત થઈ રહી છે. ડાન્સ દિવાને 3નો હોસ્ટ રાઘવ જુયાલ કોરોના સંક્રમિત થયો છે. જ્યારે બિગ બોસ ફેમ અર્શી ખાન પણ કોરોના સંક્રમિત થઈ છે. આ બંનેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની જાણકારી આપી. આ બાજુ અગાઉ એવા અહેવાલ હતા કે ખતરો કે ખેલાડીની વિજેતા રહી ચૂકેલા શાંતનુ મહેશ્વરી પણ કોરોના સંક્રમિત થઈ છે. 

fallbacks

હોમ આઈસોલેશનમાં છે સ્ટાર્સ
રાઘવ જુયાલ અને અર્શી ખાન બંને હાલ હોમ આઈસોલેશનમાં છે. અર્શીએ જણાવ્યું કે તેને માઈલ્ડ લક્ષણો છે અને આ સાથે જ તેણે તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. અર્શીએ જણાવ્યું કે તેને મુસાફરી દરમિયાન એરપોર્ટ પર થયેલી તપાસમાં આ રિપોર્ટ મળ્યો છે. 

ડાન્સ દિવાને 3 ના સેટ પર અગાઉ પણ અનેક લોકો થયા હતા સંક્રમિત
રાઘવ જુયાલે એક પોસ્ટ શેર કરીને સંક્રમણની જાણકારી આપી છે. આ  અગાઉ ડાન્સ દિવાને 3 શોના એક જજ ધર્મેશ, અને 18 ક્રુ મેમ્બર્સ પણ કોરોના સંક્રમિ થયા હતા. ધર્મેશના કોરોના સંક્રમિત થયા બાદ પુનિત પાઠકે તેની જગ્યા લીધી હતી. આ ઉપરાંત આ શો માધુરી દિક્ષીત અને તુષાર કાલિયા જજ કરી રહ્યા છે. 

એકલી રહે છે અર્શી ખાન
અર્શી ખાન મુંબઈમાં એકલી રહે છે. તેનો પરિવાર ભોપાલમાં રહે છે. આવામાં તેણે એકલા હાથે બધુ મેનેજ કરવું પડે છે. ટીઓઆઈને આપેલા એક ઈન્ટરવ્યુમાં અર્શીએ કહ્યું કે તેના ઘરવાળા ખુબ પરેશાન છે. ખાસ કરીને તેની માતા તેને વારંવાર ભોપાલ બોલાવી રહી છે. પરંતુ હાલત જોતા તે મુંબઈમાં જ છે. સાજા થવાની રાહ જોઈ રહી છે. 

ટીવી શોના શુટિંગ ખોરવાઈ ગયા
અત્રે જણાવવાનું કે આ અગાઉ પણ અનેક બોલીવુડ અને ટીવી હસ્તીઓ કોરોના સંક્રમિત થઈ. અનેક રિકવર પણ થઈ ગયા અને કેટલાક હજુ પણ હોમ ક્વોરન્ટિનમાં છે અને રિકવર થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાને ધ્યાનમાં રાખીને લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જેના કારણે ટીવી અને ફિલ્મોનું શુટિંગ પણ અટકી ગયું છે. આવામાં બધુ કામકાજ ઠપ્પ થઈ ગયું છે. 

Coronavirus: આ રાજ્યમાં કોરોનાને હરાવવા માટે બધા રાજકીય પક્ષો એક થયા, જાણો કોણે શું કહ્યું? 

Video: આ ટચુકડું ગામ હંફાવી રહ્યું છે જીવલેણ કોરોનાને, દેશમાં હાહાકાર પણ ગામમાં એક પણ કેસ નથી નોંધાયો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More