Dayaben Comeback In TMKOC: ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ છેલ્લા ઘણા વર્ષોમાં લોકોના દિલો પર રાજ કર્યું છે. ત્યારે આ શોમાં દર્શકોના સૌથી પ્રિય પાત્રમાંથી એક દયાબેન ચાર વર્ષ બાદ શોમાં જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 90 ના દાયકાનો શો હમ પાંચમાં પોતાના પ્રતિષ્ઠિત પાત્ર સ્વીટી માથુર માટે લોકપ્રિય અભિનેત્રી રાખી વિજનને દયાબેનની ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે.
લાંબા સમય બાદ દયાબેનની વાપસી
પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ હાલમાં જ મીડિયાને ઇન્ફોર્મ કર્યું હતું કે, દયાબેનનું જાણીતું પાત્ર ફરીથી શોમાં પાછું આવશે, પરંતુ તે દયાબેનની ભુમિકા નિભાવનાર દિશા વાકાણીની વાપસીની પુષ્ટી કરી શક્યા ન હતા.
અમિતાભ બચ્ચનની આ એક ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા હતા, થિયેટર બહાર લાગતી લાંબી લાઈનો
2017 માં મેટરનિટી બ્રેક બાદથી ગાયબ
શોના દર્શક તેમની ફેવરેટ દિશા વાકાણીને મિસ કરી રહ્યા છે. અભિનેત્રી હંમેશા સૌથી યાદગાર રહેશે. તેમની સિગ્નેચર 'હે મા માતાજી'થી લઇને ટપુ કે પાપા સુધી ફેન્સ તેમના પાત્ર વિશે બધુ જ મિસ કરે છે. વાકાણીએ સપ્ટેમ્બર 2017 માં મેટરનિટી બ્રેક લીધો અને પછી ક્યારે વાપસી કરી નહીં.
ઘણા જાણીતા શોનો ભાગ રહી ચુકી છે રાખી વિજન
એક સુત્રનું કહેવું છે કે, રાખી વિજનને દયાબેનની ભુમિકા નિભાવવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. રાખી સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંથી એક છે. તેમનો કોમિક ટાઈમ સારો છે. વિજન આ પહેલા 'દેખ ભાઈ દેખ', 'બનેગી અપની બાત', 'નાગિન 4' જેવા શોનો ભાગ રહી ચુકી છે. તેમણે 'ગોલમાલ રિટર્ન્સ' જેવી બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એક્ટ્રેસે 'બિગ બોસ 2' માં પણ ભાગ લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે