ઝી બ્યૂરો, અમદાવાદઃ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને કાજોલની દિલવાલે દુલ્હનિયા લે જાયેંગના સ્ટારર ફિલ્મમાં એક આઇકોનિક સીન છે. આ ફિલ્મ એક બ્લોકબસ્ટર હિટ હતી. શાહરૂખ ખાનને સિગ્નેચર પોઝ પણ આ ફિલ્મથી જ મળ્યો હતો. ભારતીય ટીવી શો હોય કે મૂવી, શાહરૂખની આ ફિલ્મના ઘણા સીનો ફરીથી રીમેક કરવામાં આવ્યા છે.
કોરિયન શોમાં જોવા મળ્યો ખાસ સીન
હાલના સમયે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોરિયન એક્ટર્સ શાહરૂખની ફિલ્મના સીનને રીક્રિએટ કરી રહ્યા છે. આ સીન કોરિયન સિરીયલ યુથ ઓફ મેનો (YOUTH OF MAY) છે. શોના તાજેતરના એપિસોડમાં જ્યારે શાહરૂખ ખાનની ફિલ્મનું આ સીન રીક્રિએટ કરવામાં આવ્યો. ત્યારે તેની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
કોઈન્સિડન્સ કે પછી રીક્રિએશન!
હવે આ માત્ર એક યોગાનોયોગ છે કે પછી ખરેખર સીન રીક્રિયેટ કરાયો છે. તે એક મોટો પ્રશ્ન છે. પરંતુ, SRK ફેંસતો આને રીક્રિએશન જ માની રહ્યા છે. તમને જણાવી દઈએ કે LEE DO HYUN, GO MIN-S, LEE SANG-YI અને KEUM SAE ROKએ મહત્વનો રોલ નિભાવ્યો છે.
ક્યારે રિલીઝ થઈ હતી DDLJ ફિલ્મ?
શાહરૂખ ખાન અને કાજોલ સ્ટારર દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે વિશે વાત કરીએ તો જે 1995માં રિલીઝ થઈ હતી. જેનું દિગ્દર્શન આદિત્ય ચોપરા દ્વારા કરવામાં આવ્યું હતું. શાહરૂખ અને કાજોલ ઉપરાંત અનુપમ ખેર અને અમરીશ પુરીએ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. IMDB પર આ ફિલ્મને 10 માંથી 8 રેટિંગ આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે