Home> Entertainment
Advertisement
Prev
Next

પહેલા શાહરૂખ ખાનને નહીં આ એક્ટરને ઓફર થઈ હતી DDLJ, જો હા કહી હોત તો આજે બોલીવુડ પર હોત તેનું રાજ

DDLJ Film Facts: આજે રાજના પાત્રમાં અન્ય કોઈ એક્ટરને વિચારી પણ ન શકાય પરંતુ હકીકતમાં આ ફિલ્મ શાહરૂખ ખાન પહેલા અન્ય એક કલાકારને ઓફર થઈ હતી. 

પહેલા શાહરૂખ ખાનને નહીં આ એક્ટરને ઓફર થઈ હતી DDLJ, જો હા કહી હોત તો આજે બોલીવુડ પર હોત તેનું રાજ

DDLJ Film Facts: દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે બોલિવૂડની સૌથી સફળ અને શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. શાહરુખ ખાનના ફિલ્મી કરિયરની પણ આ સૌથી શાનદાર ફિલ્મ છે અને આ ફિલ્મ પછી જ શાહરુખ ખાન રોમાન્સના કિંગ અને બોલીવુડના બાદશાહ બન્યા. આ ફિલ્મમાં શાહરુખ ખાને રાજનું અને કાજોલનું પાત્ર ભજવ્યું હતું ત્યારથી આ બંનેની જોડી પણ બ્લોકબસ્ટર સાબિત થઈ. ફિલ્મને જોઈને લોકો બંનેના દીવાના થઈ ગયા. આજે રાજના પાત્રમાં અન્ય કોઈ એક્ટરને વિચારી પણ ન શકાય પરંતુ હકીકતમાં આ ફિલ્મ શાહરૂખ ખાન પહેલા અન્ય એક કલાકારને ઓફર થઈ હતી. 

fallbacks

આ પણ વાંચો:

મારે મારવું નથી.. મારે વંશિકા માટે જીવવું છે... આ હતા સતીશ કૌશિકના અંતિમ શબ્દો

Pop Kaun વેબ સિરીઝમાં છેલ્લી વખત લોકોને હસાવતા જોવા મળશે સતીશ કૌશિક

વેબ સીરીઝ Hunterનું ટીઝર થયું રિલીઝ, સુનીલ શેટ્ટી દેખાશે એક્શન અવતારમાં

આદિત્ય ચોપડાની પહેલી પસંદ શાહરુખ ખાન નહીં પરંતુ સેફ અલી ખાન હતો. સેફ અલીએ આ ફિલ્મ માટે ના કહી એટલે ઓફર શાહરુખ ખાન પાસે ગઈ. જ્યારે યશ ચોપડાએ આ ફિલ્મ પર કામ શરૂ કર્યું તો તેના મનમાં લીડ એક્ટર તરીકે સેફ અલી ખાનનો વિચાર હતો. પરંતુ તે સમયે સેફ અલી પાસે ડેટ્સ ન હતી અને તેથી તેણે ફિલ્મ માટે ના કહી દીધી.

ત્યાર પછી આદિત્ય ચોપડાએ શાહરૂખ ખાનનો સંપર્ક કર્યો. શાહરૂખ ખાને આ ફિલ્મને હા કહી અને તેનું જ પરિણામ છે કે શાહરુખ ખાન આજે બોલિવૂડના બાદશાહ છે. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે શાહરુખ ખાનના ફિલ્મી કરિયરમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More