Home> Entertainment
Advertisement
Prev
Next

દોડી દે દે પ્યાર દેની ગાડી, કરી જબરદસ્ત કમાણી

અજય દેવગન, તબુ અને રકુલ પ્રીત સિંહની લેટેસ્ટ ફિલ્મ દે દે પ્યાર દે બોક્સઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ ફિલ્મને ચાર સ્ટાર આપ્યા છે. તરણે પોતાના ટ્વિટર હેન્ડલ પર ફિલ્મની બે દિવસની કમાણી પોસ્ટ કરી છે.

દોડી દે દે પ્યાર દેની ગાડી, કરી જબરદસ્ત કમાણી

મુંબઈ : અજય દેવગન, તબુ અને રકુલ પ્રીત સિંહની લેટેસ્ટ ફિલ્મ દે દે પ્યાર દે બોક્સઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ ફિલ્મને ચાર સ્ટાર આપ્યા છે. તરણે પોતાના ટ્વિટર હેન્ડલ પર ફિલ્મની બે દિવસની કમાણી પોસ્ટ કરી છે. આ ફિલ્મે શુક્રવારે 10.41 કરોડ રૂપિયાનો તો શનિવારે 13.39 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આમ, ફિલ્મે બે દિવસમાં કુલ 23.80 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. લેટેસ્ટ આંકડા પ્રમાણે આ ફિલ્મે રવિવારે 14 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આમ, ફિલ્મની કમાણીમાં સતત વધારો થઈ રહ્યો છે. 

fallbacks

આ ફિલ્મ મેટ્રોમાં તો સારો દેખાવ કરી રહી હતી પણ 2 ટાયર સિટીમાં પણ લોકો એને જોવા માગે છે. બોલિવૂડમાં કેટલીક જોડીઓ વર્ષો સુધી ચાહકોમાં લોકપ્રિય હોય છે. આવી સદાબહાર જોડી અજય દેવગન અને તબુની છે. આ જોડી તેમની લેટેસ્ટ ફિલ્મ દે દે પ્યાર દેમાં જોવા મળી છે. 

#Throwback : અદિતી રાવ હૈદરીએ જણાવી ઓડિશનની કાળી કથા

આ ફિલ્મની વાર્તા જોઈએ તો લંડનમાં રહેતો આશિષ મહેરા (અજય દેવગન) 50 વર્ષનો NRI બિઝનેસમેન છે. તે 26 વર્ષની આઇશા ખુરાનાના પ્રેમમાં પડી છે.  આઇશા એન્જિનિયરિંગની વિદ્યાર્થીની છે જે વિકેન્ડમાં બારટેન્ડર તરીકે કામ કરે છે. આઇશા સાથે પ્રેમમાં ગળાડુબ થયા પછી આશિષ મનાલીના વતનની મુલાકાત લે છે. અહીં તે આઇશાનો પરિચય 18 વર્ષથી અલગ થઈ ગયા પરિવાર સાથે કરાવે છે. આ પરિવારમાં પત્ની મંજુ (તબુ) અને બે વયસ્ક સંતાનો હોય છે. આ મુલાકાત પછી અનોખો પ્રણયત્રિકોણ શરૂ થઈ જાય છે. 

આ ફિલ્મ ડિરેક્ટર લવ રંજને પ્રોડ્યુસ કરી છે અને આ ફિલ્મના કો પ્રોડ્યુસરની જવાબદારી ભુષણ કુમાર, કૃષ્ણ કુમાર અને અનુરાગ ગર્ગે નિભાવી છે. ફિલ્મના ડિરેક્ટર આદિવ અલી છે. આ ફિલ્મ 17 મેના દિવસે રિલીઝ થઈ ગઈ છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More