નવી દિલ્હી: ઘણીવાર તમે જોયું હશે કે કોઇ માખી (Fly) મરેલી છે અને બીજીવાર જીવિત માખી તેને લપેટાયેલી છે. તમે વિચારશો કે તેમાં કઇ ખાસ વાત છે, માખી તો ગંદકી પર જ બેસે છે પરંતુ હકિકતમાં તેની પાછળનું કારણ ખૂબ રસપ્રદ છે. આ સામાન્ય વાત નથી, પરંતુ નર માખી માટે સેક્સનું 'ડેથ ટ્રૈપ' હોય છે.
ફંગસ પાથરે છે આ જાળ
જો તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે મરેલી માખીની ઉપર ફંગસ (Fungus) એટલે કે કવક લાગેલું હશે. જો આમ થાય તો સમજી જશો કે આ એક 'ડેથ ટ્રૈપ' છે. આ જાળ પાથરે છે ફંગસ. મરેલી માદા માખી પર ફંગસ હુમલો કરીને તેના શરીર પર પોતાનો કબજો કરી લે છે. ત્યારબાદ તે નર માખીને આકર્ષિત કરે છે અને તેનો પણ જીવ લઇ લે છે.
Constable નિકળ્યો કરોડપતિ, સોના-ચાંદી અને ગાડીઓનો ઢગલો જોઇ આંખો ફાટી ગઇ
કેવી રીતે લે છે જીવ?
જોકે ફંગસ માદા માખીના શરીરને સંક્રમિત કર્યા બાદ તેના મગજમાં અસર કરે છે. ત્યારબાદ માદા માખી દમ તોડી દે છે. ત્યારબાદ ફંગસના લીધે તે ફૂલીને પહેલાં કરતાં મોટી થઇ જાય છે. ફંગસ મરેલી માખીના શરીર પર કબજો કર્યા બાદ એવું રસાયણ છોડે છે જેના પર નર તેની તરફ ખેંચાતો જાય છે અને સંબંધ બનાવે છે. બસ ત્યારબાદ ફંગસનો આગામી શિકાર નર માખી પણ બની જાય છે.
સ્ટડીમાં થયો આ ખુલાસો
તો બીજી તરફ ફંગસ તે નર માખીના મગજ પર પણ અસર કરે છે અને ધીમે ધીમે નર પણ દમ તોડી દે છે. નર માખી મર્યા બાદ ફંગસ તેનો ઉપયોગ ફક્ત પોતાની વસ્તી વધારવા માટે કરે છે. તેના પરથી આ ફંગસ ઘણી માખીઓને પોતાનો શિકાર બનાવે છે. હાર્વર્ડ યૂનિવર્સિટીની મોલિક્યૂલર બાયોલોજિસ્ટ કૈરોલિન ઇલિયાએ પોતાના રિસર્ચમાં આ વાતનો ખુલાસો કરો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે