નવી દિલ્હી: હાલ સોશિયલ મીડિયામાં મધ્ય પ્રદેશના વિદિશના પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવના ડાન્સ ખુબ જ વાઈરલ થઈ રહ્યાં છે. બોલિવૂડ હસ્તીઓ અને સોશિયલ મીડિયામાં લોકો ગોવિંદાની જેમ નાચતા આ પ્રોફેસરના ફેન થઈ રહ્યાં છે. સૌથી પહેલો વીડિયો 'આપ કે આ જાને સે' વાઈરલ થયો હતો. જે ખુદગર્ઝ ફિલ્મનું ગીત હતું. ત્યારબાદ ચઢતી જવાની ગીત ઉપર પણ તેમનો ડાન્સ લોકોને ખુબ ગમ્યો હતો. ત્યારબાદ જોત જોતામાં તો દુનિયાભરમાં આ પ્રોફેસર પ્રખ્યાત થઈ ગયાં. ન્યૂયોર્કમાં રહેતી એક કોરિયોગ્રાફર દીપ બરારને આ ડાન્સ એટલો ગમ્યો કે તેણે અદ્દલ પ્રોફેસરના ડાન્સ જેવા સ્ટેપ્સ કરીને સોશિયલ મીડિયા પર પોતાનો વીડિયો અપલોડ કરી નાખ્યો.
દીપનો આ પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો. અંકલનો જે પહેલો ડાન્સ વીડિયો વાઈરલ થયો હતો તેના ઉપર દીપે ડાન્સ કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દીપે બરાબર પ્રોફેસર જેવો જ ડાન્સ કર્યો છે. તેણે પ્રોફેસરના ડાન્સ સ્ટેપ્સની કોપી કરી છે. હવે પ્રોફેસરની સાથે સાથે દીપ પણ ખુબ પ્રખ્યાત થવા માડી છે. આ વીડિયો પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેર કરતા દીપે લખ્યું છે કે હું આ સુપરસ્ટારની મોટી ફેન છું, આ વીડિયો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
એટલું જ નહીં પ્રોફેસરના આ વીડિયો વાઈરલ થતા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ પોતાના ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરીને વખાણ કર્યા છે. સીએમએ લખ્યું કે અમારા વિદિશાના ભોપાલમાં કાર્યરત પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવજીની જિંદાદીલીએ સમગ્ર ભારતમાં ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. માનો કે ના માનો પણ મધ્ય પ્રદેશના પાણીમાં કઈંક તો ખાસ વાત છે....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે