નવી દિલ્હી : બોલિવૂડના બે સુપરસ્ટાર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન એક દિવસ પછી ઇટાલીના લેક કોમો ખાતે છે. આ લગ્ન 13 અને 14 નવેમ્બરના દિવસે યોજાશે. આ જોડી ભારત આવીને મુંબઈ અને બેંગ્લુરુમાં ભવ્ય રિસેપ્શન આપવાની છે. આ જોડીએ પોતાના રિસેપ્શન કાર્ડમાં મહેમાનો પાસે એક શરત મૂકી છે.
હકીકતમાં દીપિકા અને રણબીરના લગ્નનું રિસેપ્શન 28 નવેમ્બરના દિવસે મુંબઈમાં થવાનું છે અને એ માટેના આમંત્રણકાર્ડ તમામ મિત્રો અને પરિવારજનો પાસે પહોંચી ગયા છે. આ કાર્ડમાં જોડીએ પોતાના મહેમાનો અપીલ કરી છે કે તેઓ લગ્નમાં કોઈ ગિફ્ટ લઈને ન આવે. જો મહેમાનોને કોઈ ગિફ્ટ આપવી હોય તો 'ધ લિવ લવ લાફ ફાઉન્ડેશન'ને દાન કરી શકે છે. આ એનજીઓ દીપિકાની છે જે માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ વધારવાનું કામ કરે છે.
EXCLUSIVE : રાખીનો દાવો છે કે તનુશ્રીએ રેસલરને પૈસા આપીને તેની પર કરાવ્યો હુમલો !
બોલિવૂડના સ્ટાર્સ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 14-15 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે. આ જોડીના લગ્ન કોંકણી અને સિંધી રિવાજોથી થશે. આ જ કારણે લગ્ન બે દિવસ ચાલશે. આ સિવાય 13 નવેમ્બરે રણવીર-દીપિકાની સંગીત સેરેમની થશે. 14 તારીખે બંને કોંકણી વિધિથી લગ્ન કરશે અને 15 તારીખે સિંધી રિવાજથી લગ્ન કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે