Home> Entertainment
Advertisement
Prev
Next

માંગમાં સિંદૂર સાથે, પતિ રણવીરના હાથમાં હાથ નાખીને ભારત પહોંચી દીપિકા પાદુકોણ

ઈટલીમાં થયેલ હાઈપ્રોફાઈલ લગ્નમાં પોતાના ફેન્સને તસવીરો માટે તરસાવ્યા હતા. પરંતુ હવે ન્યૂલી કપલ દેશમાં પરત ફરી ચૂક્યું છે. આજે સવારે આ કપલ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયું હતું. બંનેએ ગોલ્ડન કલરનો ભારતીય પહેરવેશ પહેર્યો હતો. 

માંગમાં સિંદૂર સાથે, પતિ રણવીરના હાથમાં હાથ નાખીને ભારત પહોંચી દીપિકા પાદુકોણ

મુંબઈ : બોલિવુડ સ્ટાર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હવે પતિ-પત્ની તરીકે બંધનમાં બંધાઈ ચૂક્યા છે. 14-15 નવેમ્બરના રોજ આ કપલે અલગ અલગ રિવાજોથી લગ્ન કર્યા હતા. ઈટલીમાં થયેલ હાઈપ્રોફાઈલ લગ્નમાં પોતાના ફેન્સને તસવીરો માટે તરસાવ્યા હતા. પરંતુ હવે ન્યૂલી કપલ દેશમાં પરત ફરી ચૂક્યું છે. આજે સવારે આ કપલ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયું હતું. બંનેએ ગોલ્ડન કલરનો ભારતીય પહેરવેશ પહેર્યો હતો. 

fallbacks

fallbacks

દુલ્હાનું ઘર સજાવાયું છે
ગુરુવારે સાંજે દુલ્હા રણવીર સિંહના મુંબઈ સ્થિત ઘરને સજાવવામાં આવ્યું છે. જેમ રાત થાય છે, તેમ તેમનું ઘર વધુ સુંદર લાગવા લાગે છે. અંદાજ લગાવી શકાય છે કે, હવે મુંબઈમાં પણ આ રોયલ વેડિંગની ધૂમધામ શરૂ થનારી છે. આ કપલ ભારત આવતા પહેલા તેમના ઘરને આખું સજાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, દીપિકા અને રણવીરે કોંકણી અને સિંધી રીત-રિવાજથી લગ્ન કર્યા હતા. બંનેએ ખાસ ધ્યાન રાખ્યું હતું કે, તેમના લગ્નની કોઈ પણ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ ન થાય. આ માટે તેમણે લગ્નમાં સામેલ થયેલ મહેમાનો માટે પણ ફોન ન લઈ જવાનો નિયમ રાખ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More