Deepika Padukone: અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલ તેની પ્રેગનેન્સીને લઈને ચર્ચામાં છે. આલિયા ભટ્ટ અને કરીના કપૂર ખાનની જેમ દીપિકા પાદુકોણ પણ પ્રેગ્નન્સી દરમિયાન ફિલ્મ પર ફોકસ કરતી જોવા મળે છે. દીપિકા પાદુકોણ હવે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેન માં જોવા મળશે. આ ફિલ્મ 15 ઓગસ્ટે રીલીઝ થવાની છે. આ ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો વાયરલ થઈ છે. જેમાં પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણ શક્તિ શેટ્ટી બનીને શૂટિંગ કરી રહી છે.
આ પણ વાંચો: Shah Rukh Khan: સુજોય ઘોષની ફિલ્મમાં પહેલીવાર સાથે કામ કરશે શાહરુખ અને સુહાના
સિંઘમ અગેન ફિલ્મના સેટ પરથી વાયરલ થયેલી તસવીરમાં પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણ પોલીસના યુનિફોર્મ માં જોવા મળે છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણનું પાત્ર શક્તિ શેટ્ટીનું છે. શૂટિંગની જે તસવીર વાયરલ થઈ છે એમાં તેણે પોલીસનો યુનિફોર્મ પહેર્યો છે.
આ પણ વાંચો: પપ્પા પછી મમ્મીના બીજા લગ્ન માટે દીકરો ઉતાવળો, અરહાને મલાઈકાને પુછી લગ્નની તારીખ..
સિંઘમ અગેન ફિલ્મમાં દીપિકા પાદુકોણ ઉપરાંત અજય દેવગન, અક્ષય કુમાર, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, અર્જુન કપૂર અને કરીના કપૂર ખાન પણ જોવા મળશે. આ પહેલા દીપિકા પાદુકોણ પણ સિંઘમ અગેન ફિલ્મમાં તેનો રોલ કેવો છે તેની એક ઝલક દેખાડી ચૂકી છે.
] Deepika Padukone and Rohit Shetty on the sets of #SinghamAgain 🔥🔥 #SinghamAgain pic.twitter.com/h7c9diAuP0
— BOND OO7 (@BOND420OO7) April 17, 2024
મહત્વનું છે કે રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સમાં સિંઘમ અગેન ફિલ્મ ઉપરાંત સૂર્યવંશી અને સિમ્બા જેવી ફિલ્મોનું પણ નામ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને રણવીર સિંહ જોવા મળ્યા હતા જ્યારે સિંઘમ અગેનમાં ટાઇગર શ્રોફ, દીપિકા પાદુકોણ, અર્જુન કપૂર અને કરીના કપૂરની એન્ટ્રી પણ થઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે