Home> Entertainment
Advertisement
Prev
Next

'ગલી બોય'નું ટીઝર જોયું અને દીપિકા બની ટીપિકલ વાઇફ ? શું કહ્યું એ જાણો એક ક્લિક પર

ગયું વર્ષ રણવીર સિંહ માટે બહુ યાદગાર સાબિત થયું છે

'ગલી બોય'નું ટીઝર જોયું અને દીપિકા બની ટીપિકલ વાઇફ ? શું કહ્યું એ જાણો એક ક્લિક પર

મુંબઈ : ગયું વર્ષ રણવીર સિંહ માટે યાદગાર સાબિત થયું છે. ગયા વર્ષે રણવીરે પદ્માવત અને સિમ્બા જેવી ધમાકેદાર ફિલ્મ આપી છે અને દીપિકા પાદુકોણ સાથે રિયલ લાઇફમાં લગ્ન કર્યા છે. હવે રણવીરની આગામી ફિલ્મ 'ગલી બોય'નું ટીઝર સામે આવ્યું છે જેને દર્શકોએ બહુ પસંદ કર્યું છે. આ ટીઝર જોઈને રણવીરની પત્ની દીપિકા પાદુકોણ ખુશખુશાલ થઈ ગઈ છે અને કોઈપણ નવપરિણીત પત્નીની જેમ જાહેરમાં પોતાના પ્રેમનું પ્રદર્શન કરી દીધું છે. દીપિકાએ કમેન્ટ કરતા કહ્યું છે કે 'યુ આર અનસ્ટોપેબલ! હું તને પ્રેમ કરું છું અને મને તારા પર ગર્વ છે.'

fallbacks

fallbacks

હાલમાં તેની આગામી ફિલ્મ 'ગલી બોય'નો એક વીડિયો રિલીઝ કરાયો છે જેમાં માત્ર 1.20 મિનિટનો રૈપ છે 'અસલી હિપ હોપ'. આ વીડિયો દ્વારા કહેવામાં આવ્યું છે કે એનું ટ્રેલર 9 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે. આ વીડિયો જોઈને લાગે છે કે રણવીરનો રોલ બહુ દમદાર હશે અને એને જોઈએ એના ચાહકો ખુશખુશાલ થઈ ગયા છે. 

'બિગ બોસ 12'માં જીતેલા 30 લાખ રૂ. દીપિકા ખર્ચી નાખશે સાસુ પાછળ ! મગજમાં પણ ન આવે એવો છે પ્લાન

ટીઝરમાં રણવીરે સ્પિટફાયરના લિરિક્સને પોતાનો સ્વર આપ્યો છે. બીટ બોક્સિંગ ડી-સાયફર અને બિગ રોએ કરી છે. સાથે જ રણવીરની પોપ દુનિયાની ઝલક પણ દર્શાવવામાં આવી છે. તેની સ્ટોરી મુંબઇની સડકો પરના રૈપર્સના જીવન પર આધારિત છે. ફિલ્મમાં રણવીર રૈપરની ભૂમિકામાં જોવા મળશે. રણવીર સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેનું પોસ્ટર શેર કર્યુ છે. આ ફિલ્મ માટે રણવીરે ફક્ત વજન જ નથી ઘટાડ્યું પરંતુ તેણે પોતાની દાઢી પણ ટ્રીમ કરાવી છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More