Home> Entertainment
Advertisement
Prev
Next

દીપિકાએ ઈચ્છા વ્યક્તિ કરી હતી કે રાહુલ ગાંધી વડાપ્રધાન બને! VIDEO આગની જેમ વાઈરલ

વાઈરલ વીડિયોમાં દીપિકા પાદુકોણ એક ચેનલના ઈન્ટરવ્યુંમાં કહેતી જોવા મળી રહી છે કે હું રાજકારણ અંગે વધુ નથી જાણતી. પણ જે પણ ટીવી જોઉ છું તેમાં રાહુલ ગાંધી છે જે આપણા દેશ માટે ઘણુ બધુ કરી રહ્યાં છે. રાહુલ ગાંધી એક દિવસ વડાપ્રધાન બની જશે. તેઓ યુવાઓના પડખે છે. ભવિષ્ય વિશે વિચારે છે. આપણા દેશ માટે તે ખુબ જરૂરી છે. 

દીપિકાએ ઈચ્છા વ્યક્તિ કરી હતી કે રાહુલ ગાંધી વડાપ્રધાન બને! VIDEO આગની જેમ વાઈરલ

નવી દિલ્હી: દીપિકા પાદુકોણ (Deepika Padukone)   મંગળવારે સાંજે  જેએનયુ (JNU) પહોંચી અને ત્યારબાદથી મોટો બખેડો ઊભો થઈ ગયો છે. કેટલાક દીપિકાનો વિરોધ કરી રહ્યાં છે જ્યારે કેટલાક તેના પક્ષમાં છે. તેણે કન્હૈયાકુમાર અને જેએનયુ (JNU) ની વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશી ઘોષ સાથે મુલાકાત કરી હતી. તે સાંજે અચાનક જ જેએનયુ કેમ્પસના સાબરમતી ટી પોઈન્ટ પહોંચી. અહીં તે લગભગ 10 મિનિટ સુધી રહી. પરંતુ કોઈ નિવેદન આપ્યું નહીં. આ દરમિયાન દીપિકાની સામે અમને જોઈએ આઝાદીના નારા પણ લાગ્યાં. દીપિકા ચૂપચાપ તેમનું સમર્થન કરીને નીકળી ગઈ. જો તે ત્યારબાદ તો દીપિકા ખુબ ટ્રોલ થવા લાગી અને આ સાથે જ તેનો રાહુલ ગાંધી પરનો કોમેન્ટનો વીડિયો વાઈરલ થવા લાગ્યો. 

fallbacks

JNUમાં દીપિકા પાદુકોણની સામે જ લાગ્યા 'આઝાદી'ના નારા અને ટ્રેન્ડમાં આવી ગયું #BoycottChhapaak

દીપિકાના જેએનયુમાંથી નીકળ્યા બાદ #BoycottChhapaak ટ્રેન્ડ કરવા લાગ્યો. આ હેશટેગ સાથે લોકો ટ્વીટ કરવા લાગ્યાં કે તેણે  દેશ તોડનારી તાકાતોનું સમર્થન કર્યું છે. તે પણ ઈચ્છે છે કે દેશના ટુકડાં થઈ જાય. લોકો તેની 10 જાન્યુઆરીએ રિલીઝ થનારી ફિલ્મ 'છપાક'નો બોયકોટ  કરવાની માગણી કરવા લાગ્યાં. આ સાથે જ દીપિકાનો એક જૂનો વીડિયો પણ ટ્રેન્ડ કરવા લાગ્યો. જેમાં તે ઈન્ટરવ્યું આપી રહી છે. આ વીડિયો શેર કરતા યૂઝર્સ લખે છે કે દીપિકા પાદુકોણ હકીકતમાં રાહુલ ગાંધીની ફેન છે. રાહુલ જેએનયુની ટુકડે ટુકડે ગેંગનું પણ સમર્થન કરે છે. આથી તે પણ તેમ કરી રહી છે. એટલે જ તો દેશને તોડનારા નારા દીપિકાની સામે લાગ્યાં અને દીપિકા આ કાર્યક્રમમાં સામેલ પણ થઈ. 

વાઈરલ વીડિયોમાં દીપિકા પાદુકોણ એક ચેનલના ઈન્ટરવ્યુંમાં કહેતી જોવા મળી રહી છે કે "હું રાજકારણ અંગે વધુ નથી જાણતી. પણ જે પણ ટીવી જોઉ છું તેમાં રાહુલ ગાંધી છે જે આપણા દેશ માટે ઘણુ બધુ કરી રહ્યાં છે. રાહુલ ગાંધી એક દિવસ વડાપ્રધાન બની જશે. તેઓ યુવાઓના પડખે છે. ભવિષ્ય વિશે વિચારે છે. આપણા દેશ માટે તે ખુબ જરૂરી છે." 

Are you an Indian? આ પ્રશ્ન પર ભડકી ઉઠી તાપસી, આવો આપ્યો આકરો જવાબ...

#BoycottChhapaak હેશટેગ સાથે યૂઝર્સ ખુબ એગ્રેસિવ જોવા મળી રહ્યાં છે. એક યૂઝરે તો લખ્યું કે છપાક નથી જોવાનો. મેં મારી ટિકિટ કેન્સલ કરાવી દીધી છે. એક યૂઝરે લખ્યું કે પોતાની ફિલ્મના પ્રચાર માટે દીપિકાએ દેશ વિરોધી નારા સાંભળ્યાં. એક યૂઝરે લખ્યું કે દેશમાં 789 યુનિવર્સિટીઓ છે પરંતુ દીપિકા જેએનયુમાં જ કેમ ગઈ. કેમ કોઈ મેડિકલ સંસ્થાનમાં ન ગઈ જેથી કરીને એસિડ પીડિતાઓની સારવાર માટે કશું કહી શકત. તેને તો ફક્ત ટુકડે ટુકડે ગેંગનું સમર્થન કરવું હતું. 

હવે 'છપાક'ની વાત કરીએ તો આ ફિલ્મ મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશીત છે અને તે એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલ પર આધારિત છે. દીપિકા ફિલ્મમાં માલતી નામની એક યુવતીની ભૂમિકામાં જોવા મળશે. દીપિકા ઉપરાંત આ ફિલ્મમાં વિક્રાંત મેસી પણ છે અને છપાક 10 જાન્યુઆરી 2020ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More