Deepika Padukone Horoscope 2023: નવા વર્ષમાં ગ્રહોની ચાલ કોને નડશે અને કોને ફળશે એ સૌ કોઈ જાણવા માંગે છે. સામાન્ય લોકો કરતા જાહેર જીવન સાથે સંકળાયેલી હસ્તીઓ ખાસ કરીને ફિલ્મી સિતારાઓ ગ્રહો અને રાશિમાં વધારે માનતા હોય છે. કયા દિવસે કયા કપડાં પહેરવા, કયા દિવસે નવી ફિલ્મની શૂટિંગ શરૂ કરવી વગેરે બાબતોનું પણ તેઓ ખાસ ધ્યાન રાખતા હોય છે. ત્યારે આ વખતે યુવા હૈયાની ધડકન કહેવાતી દિપિકા પાદુકોણના સિતારા શું કહે છે એ પણ જાણીએ...
આ પણ ખાસ વાંચોઃ
સુશાંત સિંહ રાજપૂતની મોત અંગે મોટો ખુલાસો! કોણે માર્યા હતા અભિનેતાની આંખ પર મુક્કા?
મોદી સરકારની New Year Gift, 1 જાન્યુઆરીથી લાખો લોકોના ખાતામાં આવશે વધુ રૂપિયા!
નવું ટેન્શન! 1000ની નવી નોટ આવશે અને 2000ની નોટ જમા કરાવવી પડશે?
દીપિકા પાદુકોણની આગામી ફિલ્મો-
2023માં દીપિકા પાદુકોણ જાન્યુઆરીમાં શાહરુખ ખાન સાથે પઠાણ તેમજ જવાન ફિલ્મમાં જોવા મળશે.
ઉલ્લેખનીય છેકે, વર્ષ 2022 માં દિપિકા પાદુકોણ સતત ચર્ચામાં રહી છે. હાલમાં જ ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં ટ્રોફીનું અનાવરણ કરવા કતાર પહોંચેલી દિપિકા તરફ ફરી એકવાર દુનિયાનું ધ્યાન ખેંચાયું હતું. મોટા પડદે તો દીપિકા પાદુકોણની એક પણ ફિલ્મ મોટા પડદે રિલીઝ થઈ નથી. બ્રહ્માસ્ત્રમાં તેનો કેમિયો જરુર હતો. તેની એક માત્ર ફિલ્મ 2022માં આવી છે, તે છે ગેહરાઈઆ. તે ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. જેમાં તેના બોલ્ડ સ્ક્રિન અંગે તે ખૂબ ચર્ચામાં આવી હતી. આ વર્ષના અંતે પઠાણ ફિલ્મના સોન્ગ બાબતે થોડો વિવાદ ઉભો થયો છે. જેમાં તે ચર્ચામાં આવી છે. વર્ષ 2022 તો તેનું ઠીકઠાક રહ્યું છે, પરંતુ 2023માં કે રુપેરી પડદે ધૂમ મચાવતી જોવા મળશે.
કેવું રહેશે 2023નું વર્ષ-
કુંડળી પ્રમાણે જોવા જઈએ તો દીપિકાની સાચી રાશિ તુલા છે. તેનું નામ રાશિ પ્રમાણે નથી. દીપિકા ઉપર રાશિ મીન છે. આ બંનેની શુભ-અશુભ બાબતો દીપિકાને અસર કરે. આ વર્ષે તેની એક્ટિંગ ખૂબ જ ધૂમ મચાવશે. વિવાદોમાં પણ થઈ શકે છે.
શનિનું રાશિ પરિવર્તન લાભ કરાવશે-
તેની ફિલ્મ જાન્યુઆરી મહિનામાં રિલીઝ થવાની છે. 17 જાન્યુઆરીએ શનિ મહારાજ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જે તેના માટે શુભ બાબત છે. તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહેશે. એપ્રિલ મહિનામાં ગુરુ મહારાજ રાશિ પરિવર્તન કરી મેષ રાશિમાં પ્રવેશશે. તેથી તે સમયમાં દિપીકાનું પ્રોડક્શન હાઉસ કોઈ મોટી ફિલ્મ લઈને આવશે અને ખૂબ પૈસા કમાશે. ટૂંકમાં આ વર્ષે દિપીકા રોકાણ કરીને પૈસા કમાશે. ઓક્ટોબર 2023 પછી રાહુ મહારાજ મેષમાંથી મીન રાશિમાં જશે આ સમયગાળા દરમિયાન દીપિકા પાદુકોણ હોલિવુડ મૂવીઝમાં જોવા મળશે. તેના પ્રોજેક્ટ્સમાં વધારો થશે.
આ પણ ખાસ વાંચોઃ
અમિતાભે સાડી પહેરી ત્યારે આ અભિનેતાએ ઉડાવી હતી મજાક! જાણો પછી શું થયું
સલમાન, શાહરુખ અને આમિર બોલીવુડના સુપર 'ખાન' માટે કેવું રહેશે નવું વર્ષ?
આ હીરોઈનને સતાવી રહી છે ઋષભ પંતની ચિંતા! દુનિયાની સામે કહી દીધી આ વાત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે