Home> Entertainment
Advertisement
Prev
Next

મુંબઇમાં શરૂ થયું દીપિકા-રણવીરનું રિસેપ્શન, આ રીતે જોવા મળી દુલ્હન

ઇટલીમાં કોંકણી અને સિંધી વિધીથી લગ્ન કર્યા બાદ બેંગલુરૂમાં રિસેપ્શન અને મુંબઇમાં એખ આફ્ટર વેડિંગ સેલિબ્રેશન કરી રહ્યાં છે.

મુંબઇમાં શરૂ થયું દીપિકા-રણવીરનું રિસેપ્શન, આ રીતે જોવા મળી દુલ્હન

નવી દિલ્હી: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન બે જુદા-જુદા રીતિ-રિવાજથી થયા છે. ઇટલીમાં કોંકણી અને સિંધી વિધીથી લગ્ન કર્યા બાદ બેંગલુરૂમાં રિસેપ્શન અને મુંબઇમાં એક આફ્ટર વેડિંગ સેલિબ્રેશન કરી રહ્યાં છે. પરંતુ જો તમને વિચારી રહ્યા છો કે બોલુડની મસ્તાની અને સિંબાના લગ્નનું સેલીબ્રેશન અહીંયા જ રોકાઇ જશે, તો તમને જણાવી દઇએ કે એવું નથી. આજે મુંબઇમાં દીપિકા અને રણવીરના લગ્નનું વધુ એક રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ રિસેપ્શનમાંથી દિપિકા અને રણવીર સિંહના લુકની પ્રથમ તસવીર સામે આવી છે. તેમના લગ્નના આ રિસેપ્શનમાં દીપિકા અને રણવીર બંને વાઇટ અને ગોલ્ડન કોમ્બિનેશન ડ્રેસમાં જોવા મળી રહ્યા છે.

fallbacks
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

તમને જણાવી દઇએ કે જ્યારે દીપિકા રણવીરના લગ્નના સમાચાર સામે આવ્યા હતા, તેના થોડા સમય પછી આ વેડિંગ રિસેપ્શનનું કાર્ડ સામે આવી ગયું હતું. આ રિસેપ્શન મુંબઇની ગ્રેંડ હયાત હોટલમાં થઇ રહ્યું છે.

fallbacks

(ફોટો સાભાર: ANI)

મળતી જાણકારી અનુસાર આજના રિસેપ્શનમાં આ જોડીના નજીકના મિત્રો, સંબંધીઓ અને મીડિયાના લોકો માટે રાખવામાં આવ્યું છે. દીપિકા અત્યારે સુધીના તેના દરેક વેડિંગ ફંક્શનમાં ફેશન ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીના જ ડ્રેસમાં જોવા મળી રહી છે. જોવા આ જોડીની પ્રથમ તસવીર.

fallbacks

તમને જણાવી દઇએ કે બોલીવુડની આ સ્ટાર જોડીએ 14-15 નવેમ્બરે ઇટલીમાં લેત કોમામાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી 21 નવેમ્બરે આ જોડીએ એક વેડિંગ રિસેપ્શન બેંગલુરૂમાં યોજાઇ ગયું છે.

fallbacks

(ફોટો સાભાર: ANI)

આ સાથે જ 24 નવેમ્બરે રણવીરની બહેન રિતિકા ભવનાનીએ પણ તેના ભાઇ અને ભાભીના સ્વાગત માટે હોટલ ગ્રેંડ હયાતમાં જ એક ભવ્ય પાર્ટી આપી હતી. માત્ર આજનું જ નહીં, દીપવીરના લગ્નની ઉજવણી કરવામાં આવી રહી છે. આ જોડીએ વધુ એક વેડિંગ રિસેપ્શન 1 ડિસેમ્બરે મુંબઇમાં આયોજન કર્યું છે.

બોલીવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More