Home> Entertainment
Advertisement
Prev
Next

લગ્ન પછી દીપિકાએ એક મોટું પગલું લઈને કરી નાખ્યું આમિરનું હડહડતું અપમાન

દીપિકા પાદુકોણે હાલમાં રણવીર સિંહ સાથે લગ્ન કર્યા છે

લગ્ન પછી દીપિકાએ એક મોટું પગલું લઈને કરી નાખ્યું આમિરનું હડહડતું અપમાન

મુંબઈ : બોલિવૂડ એક્ટર આમિર ખાનને 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' માટે બહુ અપેક્ષા ધરાવતો હતો. જોકે, આ ફિલ્મની નિષ્ફળતાને પગલે હવે તેની ક્ષમતા પર પ્રશ્નાર્થચિન્હ લાગી ગયું છે. આ સંજોગોમાં દીપિકા પાદુકોણે મોટું પગલું લીધું છે જેના કારણે આમિરનું ભારે અપમાન થયું છે. હકીકતમાં દીપિકા એક ફિલ્મમાં કામ કરવાની હા પાડીને છેલ્લી ઘડીએ ફરી ગઈ છે.

fallbacks

આમિર 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'ની નિષ્ફળતાને ભુલીને તેની આગામી ફિલ્મ 'મહાભારત'ની તૈયારીમાં લાગી ગયો છે. આ ફિલ્મ 1000 કરોડ રૂ.ના બિગ બજેટમાંથી બનાવવામાં આવી રહી છે. હાલમાં આ ફિલ્મ માટે કાસ્ટિંગ ચાલી રહ્યું છે. થોડા સમય પહેલાં ચર્ચા હતી કે આ ફિલ્મમાં દ્રોપદીના રોલ માટે દીપિકા ફાઇનલ કરવામાં આવી હતી. જોકે હવે લેટેસ્ટ સમાચાર પ્રમાણે દીપિકાએ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'ની નિષ્ફળતાને પગલે હવે 'મહાભારત'માં કામ કરવની ના પાડી દીધી છે. હકીકતમાં આમિરને લાગતું હતું કે દ્રોપદીનો રોલ દીપિકા સિવાય કોઈ ભજવી નહીં શકે અને એટલે જ તેણે આ રોલ દીપિકાને ઓફર કર્યો હતો. 

લગ્ન કરીને હાલમાં જ મુંબઈ આવેલી પ્રિયંકા ચોપડા વિશે આવ્યા મોટા સમાચાર

દીપિકાએ હાલમાં જ પોતાના બોયફ્રેન્ડ રણવીર સિંહ સાથે લગ્ન કર્યા છે અને પછી તે સતત ચર્ચામાં છે. જોકે હવે લગ્ન પછી દીપિકા પોતાની પ્રોફેશનલ લાઇફમાં વ્યસ્ત થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે તે બહુ જલ્દી મેઘના ગુલઝારની ફિલ્મમાં કામ કરવાનું શરૂ કરી દેશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More