મુંબઈ : હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પોતાની માતા સાથે જ્વેલરી શોપિંગ કરતા ક્લિક થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે પાદુકોણ પરિવાર શોપિંગમાં ઘણો જ વ્યસ્ત છે. ચર્ચા છે કે નવેમ્બરમાં દીપિકા-રણવીરના લગ્ન છે અને લગ્ન પહેલાં જ દીપિકા તથા તેનો પરિવાર તમામ ખરીદી કરી લેવા માંગે છે. હાલમાં દીપિકાની માતા ઉજ્જ્વલા મુંબઈ આવી છે અને મા-દીકરી ભરપુર શોપિંગ કરી રહ્યા છે.
Video : માતા-પિતા અને દીકરાની એકસાથે ઝેર પીને કરી આત્મહત્યા, કરૂણ અંત વાંચીને ભરાઈ જશે દિલ
બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નની બોલિવૂડમાં જોરશોરથી ચર્ચા છે. જોકે થોડા સમય પહેલાં આ લગ્ન કેન્સલ થયા હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. દીપિકાનો એક્સ રણબીર કપૂર હાલમાં આલિયા ભટ્ટને ડેટ કરી કરી રહ્યો છે. જોકે રણબીર સાથેના સંબંધ તુટ્યાનો દીપિકાને એટલો આઘાત લાગ્યો છે કે તે લગ્નના મામલે બહુ સમજી વિચારીને નિર્ણય લેવા માગે છે.
ડેક્કન ક્રોનિકલના રિપોર્ટ પ્રમાણે દીપિકા અને રણબીરનું બહુ લાંબા સમય સુધી પ્રેમપ્રકરણ ચાલ્યું હતું. એક સમય એવો હતો કે દીપિકા પ્રેમી રણબીર સાથે લગ્ન કરવા માટે કરિયર છોડવા તૈયાર હતી. જોકે આ પ્રેમપ્રકરણ બહુ લાંબા સમય સુધી નહોતું ચાલ્યું અને બ્રેક-અપના કારણે દીપિકાને બહુ માનસિક અસર પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે હાલમાં દીપિકા બો્યફ્રેન્ડ રણવીર સિંહ સાથે ખુશ છે પણ રણબીરની બેવફાઈના કારણે એટલી અપસેટ છે કે લગ્ન વિશે કોઈ નિર્ણય ઉતાવળમાં નથી લેવા માગતી. રણવીર હાલમાં લગ્ન મામલે બહુ સિરિયલ છે પણ દીપિકા કોઈ રિસ્ક લેવા નથી માગતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે