Home> Entertainment
Advertisement
Prev
Next

દીપિકા એક ફિલ્મ માટે ચાર્જ કરે છે 'પઠાણી' ફી, બોલીવુડના મોટા સ્ટાર્સને છોડ્યા પાછળ

ડ્રગ્સ કેસ બાદ હવે દીપિકાનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. જો કે હવે સારા કારણે દીપિકાની ચર્ચા થઈ રહી છે. એ તો તમે જાણો જ છો કે ફિલ્મ સ્ટાર્સ એક ફિલ્મ કરવાની તગડી ફી લે છે.

દીપિકા એક ફિલ્મ માટે ચાર્જ કરે છે 'પઠાણી' ફી, બોલીવુડના મોટા સ્ટાર્સને છોડ્યા પાછળ

ઝી બ્યૂરો, અમદાવાદ: ડ્રગ્સ કેસ બાદ હવે દીપિકાનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. જો કે હવે સારા કારણે દીપિકાની ચર્ચા થઈ રહી છે. એ તો તમે જાણો જ છો કે ફિલ્મ સ્ટાર્સ એક ફિલ્મ કરવાની તગડી ફી લે છે. પરંતુ એવું પણ કહેવામાં આવે છે કે અભિનેત્રીઓ કરતા અભિનેતાઓને વધુ ફી મળે છે. જો કે હવે આ સ્થિતિ બદલાઈ રહી છે. જેનો અંદાજ તમે દીપિકાની એ ફી પરથી લગાવી શકો છો, જે તે ફિલ્મ પઠાન માટે લઈ રહી છે. આમ તો હજી સુધી સિદ્ધાર્થ આનંદની ફિલ્મ પઠાનને લઈને કોઈ આધિકારીક જાણકારી સામે નથી આવી. જો કે, મળતા અહેવાલો પ્રમાણે આ ફિલ્મમાં શાહરુખની સાથે સાથે દીપિકા પાદુકોણ અને જૉન અબ્રાહમ પણ નજર આવી રહ્યા છે.

fallbacks

બોલીવુડ હંગામાના એક રિપોર્ટ અનુસાર, દીપિકા આ ફિલ્મ માટે મોટી રકમ લેવાની છે. એક સૂત્રના હવાલેથી તેમણે લખ્યું છે કે તેને આ ફિલ્મ માટે 14 થી 15 કરોડ રૂપિયા મળી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે આલિયા ભટ્ટની જેમ દીપિકા પણ સૌથી અમીર અભિનેત્રીઓમાંથી એક છે અને તેની સાથે અનેક પ્રોડક્શન હાઉસ કામ કરવા માંગે છે. તો ફીને લઈને સૂત્રોનું કહેવું છે કે, 'ફિલ્મમાં અભિનેત્રી દમદાર રોલમાં નજર આવશે અને તેનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થઈ શકે છે. અભિનેત્રીએ શૂટિંગ માટે ડેટ્સ પણ આપી દીધી છે. તેના માટે અભિનેત્રી 14 થી 15 કરોડ રૂપિયા લઈ રહી છે.'

જણાવી દઈએ કે આ પહેલા અહેવાલો સામે આવ્યા હતા કે જૉન અબ્રાહમ આ ફિલ્મમાં નેગેટિવ ભૂમિકા ભજવવા માટે 20 કરોડ રૂપિયા ફી લઈ રહ્યા છે. આમ તો શાહરુખ ખાને પોતાની અપકમિંગ ફિલ્મને લઈને કોઈ એલાન નથી કર્યું, પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે તે અનેક ફિલ્મો માટે કામ કરી રહ્યા છે. એવામાં જો પઠાન પહેલા રિલીઝ થશે તો શાહરુખ ખાન લાંબા સમય બાદ આ ફિલ્મમાં નજર આવશે.

આ પહેલા શાહરુખ ખાન વર્ષ 2018માં ફિલ્મ ઝીરોમાં નજર આવ્યા હતા, તે બાદ તેમણે કોઈ ફિલ્મ નથી કરી. જેથી તેમના ચાહકો લાંબા સમયથી પોતાના ફેવરિટ સ્ટારની કોઈ ફિલ્મ આવે તેની રાહ જોઈ રહ્યા છે. ખબર એ પણ છે કે આ ફિલ્મમમાં સલમાન ખાન કેમિયો કરી શકે છે. જો એવું થશે તો કરણ-અર્જુનની જોડી ફરી એકવાર સ્ક્રીન પર નજર આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More