Home> Entertainment
Advertisement
Prev
Next

જે સંજુ કેન્સરગ્રસ્ત પત્નીનો ન થયો, તો માધુરીનો ક્યાંથી થશે? કોણે કહ્યું હતું આવું?

એક સમયે સંજય દત્ત અને માધુરી વચ્ચે અફેરની જોરદાર ચર્ચા હતી

જે સંજુ કેન્સરગ્રસ્ત પત્નીનો ન થયો, તો માધુરીનો ક્યાંથી થશે? કોણે કહ્યું હતું આવું?

મુંબઈ : બોલિવૂડ સ્ટાર દત્ત અને માધુરી દીક્ષિતનું અફેર એક જમાનામાં પુરજોશમાં ચાલી રહ્યું હતું અને તમામ મેગેઝિન અને છાપાંમાં આ વિશે રિપોર્ટ છપાયા હતા. માધુરીએ ક્યારેય આ અફેરનો સ્વીકાર નથી કર્યો પણ જાહેરમાં સંજયની ભરપૂર પ્રશંસા કરી છે. આ અફેર વખતે સંજય પરિણીત હતો. સંજય અને માધુરી લગ્ન કરી લેવાના છે એવા સમાચાર આ્વ્યા ત્યારે સંજયની પત્ની રિચા શર્મા અમેરિકામાં કેન્સરની સારવાર કરાવી રહી હતી અને આ સમાચાર જાણીને તરત દીકરી ત્રિશલા સાથે ભારત પરત ફરી હતી. 

fallbacks

સંજય દત્તની બાયોપિક 'ધ ક્રેઝી અનટોલ્ડ સ્ટોરી ઓફ બોલિવૂડ્સ બેડ બોય સંજય દત્ત'માં લેખક યાસીર ઉસ્માને રિચા શર્માની બહેન એના શર્માના એક ઇન્ટરવ્યૂની વાત લખી છે. એનાએ સિને બ્લિટ્ઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રિચા જ્યારે અમેરિકાથી પરત આવી ત્યારે સંજય તેને એરપોર્ટ પર રિસીવ કરવા પણ નહોતો આ્વ્યો. રિચાએ સંજયને બે વાર ફોન કર્યો હતો. સંજય એક તબક્કે રિચાને છોડવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો અને આ વાત  રિચા માટે મુશ્કેલ હતી. આ ઇન્ટરવ્યૂમાં માધુરી વિશે વાત કરતા એનાએ કહ્યું હતું કે માધુરી જે પુરુષને ઇચ્છે તેને મેળવી શકે છે. તે કઈ રીતે એવી વ્યક્તિ સાથે જઈ શકે જેણે પોતાની કેન્સરગ્રસ્ત પત્ની સાથે આવો વ્યવહાર કર્યો હોય?

સંજય દત્તના જીવન પર બની રહેલી ફિલ્મ સંજૂ 29 જૂને રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તેના અંગત જીવનના અનેક પાસાઓ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મમાં સોનમ કપૂર પહેલી પત્ની રિચા શર્માનો રોલ ભજવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More