મુંબઈ : બોલિવૂડમાં મોટામોટા સ્ટાર સંતાનોને લોન્ચ કરવાની જવાબદારી જાણીતા પ્રોડ્યુસર અને ડિરેક્ટર્સ ઉપાડે છે ત્યારે આ જવાબદારી સની દેઓલે પોતાના ખભા પર ઉઠાવી લીધી છે. સની પોતાની નવી ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ'થી મોટા દીકરા કરણ દેઓલને લોન્ચ કરવાનો છે. આ ફિલ્મનું શૂટિંગ 2017થી પહેલાં શરૂ થઈ ગયું હતું અને આ માટે સની ભારે મહેનત કરી રહ્યો છે.
દીકરી સારાની લવલાઇફને પાટે ચડાવવા અમૃતા સિંહની મોટી સલાહ !
આ ફિલ્મ માટે સનીએ એક જબરદસ્ત હિરોઇન શોધી છે. મળતી માહિતી પ્રમાણે સનીએ આ ફિલ્મ માટે નવોદિત હિરોઇન સાહેર બામ્બાને કાસ્ટ કરી છે. ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ'થી કરણ અને સાહેરને લોન્ચ કરવામાં આવશે. સાહેરનો બોલિવૂડ સાાથે કોઈ સંબંધ નથી અને તે શિમલાની છે. મુંબઈમાં અભ્યાસ કરતી વખતે તેણે સનીની ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું.
ગયા વર્ષે બોલિવૂડમાં જાન્હવી કપૂર, સારા અલી ખાન, આયુષ શર્મા, વરીના હુસૈન તેમજ ઇશાન ખટ્ટરે બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. આ વર્ષે અનન્યા પાંડે અને તારા સુતરિયા બોલિવૂડમાં એન્ટ્રી લઈ રહી છે. જોકે હવે સાહેરને સાઇન કરવાના સમાચારથી બોલિવૂડમાં હલચલ મચી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે