Home> Entertainment
Advertisement
Prev
Next

આજથી સ્વિટ્ઝર્લેન્ડમાં આકાશ અંબાણીની બેચલર પાર્ટીનો જલસો શરૂ, કરોડોના ખર્ચે ભવ્ય આયોજન

ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી પછી હવે દીકરો આકાશ અંબાણી લગ્નના બંધનમાં બંધાવા તૈયાર છે

આજથી સ્વિટ્ઝર્લેન્ડમાં આકાશ અંબાણીની બેચલર પાર્ટીનો જલસો શરૂ, કરોડોના ખર્ચે ભવ્ય આયોજન

મુંબઈ : ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી પછી હવે દીકરો આકાશ અંબાણી લગ્નના બંધનમાં બંધાવા તૈયાર છે. ઇશાનું પ્રીવેડિંગ સેલિબ્રેશન રાજસ્થાનના ઉદયપુરમાં થયું હતું. હવે આકાશ અંબાણીનું પ્રીવેડિંગ સેલિબ્રેશન સ્વિટ્ઝર્લેન્ડના સેન્ટ મોરિટ્ઝમાં થશે. આકાશ અંબાણી હવે આ જગ્યાએ જ બેચલર પાર્ટી આપશે. 

fallbacks
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

The celebrations have begun. Congratulations Shloka and Akash #Shloka #Akashambani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

ઇન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં લગભગ 500 ગેસ્ટ શામેલ થઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે આકાશના સારા મિત્રો કરણ જોહર અને રણબીર કપૂર આ પાર્ટીમાં હાજરી આપશે. આ સિવાય પ્રિયંકા ચોપડા પણ આ પાર્ટી માટે સ્વિટ્ઝર્લેન્ડ જઈ શકે છે. આ ફંક્શન માટે અંબાણી પરિવાર સ્વિટ્ઝર્લેન્ડની જે ફાઇવ સ્ટાર હોટેલ બૈડરટ પેલેસમાં ઉતર્યો છે. આ હોટેલની ખાસ વાત તો એ છે કે આ હોટેલ લેકના કિનારે છે. વિકેન્ડમાં આ હોટેલના એક રૂમની કિંમત 98,500 રૂપિયા છે અને હોટેલનો સૌથી મોંઘો સ્વીટ 3.08 લાખ રૂપિયાનો છે. 

Sridevi Death Anniversary : મોત પહેલાં આવી હતી શ્રીદેવીની છેલ્લી ક્ષણો, પતિ બોનીએ પોતે કર્યો હતો ખુલાસો

24 ફેબ્રુઆરી (રવિવારે) અંબાણી પરિવાર ગેસ્ટનું સ્વાગત કરશે અને બધા ફંક્શન સાંજે સાડાપાંચ વાગ્યાથી શરૂ થશે અને રાતના અઢી વાગ્યા સુધી ચાલશે. ફંક્શનમાં પીટર પૈન આઇસ શો યોજાશે તેમજ ઇન્ડિયન મ્યુઝિક પર્ફોમન્સ યોજાશે. આ સિવાય દસ મિનિટનો ડ્રોન શો પણ યોજાશે અને મહેમાનો માટે માર્કેટ સ્ટોલ પણ લગાવાશે. 25 ફેબ્રુઆરીએ પણ અલગઅલગ કાર્યક્રમ યોજાશે. આ પછી બપોરે 12:30થી સાંજે ચાર વાગ્યા સુધી લંચ હશે. આ પાછી સાંજના 6થી રાતના આઠ વાગ્યા સુધી ગેસ્ટ માટે માર્કેટ સ્ટોલ ખોલવામાં આવશે. આ પછી ફેમસ અમેરિકન પોપ રોક બેન્ડ મરૂન સોમવારે પર્ફોર્મ કરશે. 

મુંકેશ અંબાણી હાલમાં જ પોતાના પરિવાર સાથે મુંબઈન સિદ્ધિવિનાયક મંદિર ગયા હતા. અહીં તેમણે આકાશ અને શ્લોકાના લગ્નનું પહેલું કાર્ડ ભગવાનના ચરણોમાં ચડાવ્યું હતું. આકાશની જાન 9 માર્ચે મુંબઈની ટ્રાઇડન્ટ હોટેલમાંથી બપોરે સાડાત્રણ વાગ્યે નીકળશે. આકાશની આ જાન મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર પર પહોંચશે. લગ્ન પછી 10 માર્ચે લગ્નનું પહેલું રિસેપ્શન યોજાશે આ પછી 11 માર્ચે બીજું રિસેપ્શન થશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More