નવી દિલ્હી: ટીવી અભિનેત્રી દિવ્યા ભટનાગરનું સોમવારે નિધન થઈ ગયું. દિવ્યા ભટનાગરના નિધનના સમાચારથી આખી ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબી છે. થોડા દિવસ પહેલા જ તે કોરોના પોઝિટિવ આવી હતી. તેના નિધનથી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્ય ખુબ દુખી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર શોક વ્યક્ત કરતા એક પોસ્ટ લખી. જેમાં તેણે જણાવ્યું કે દિવ્યા સાથે તેનો ગાઢ સંબંધ હતો. આ સાથે જ દેવોલીનાએ એક વીડિયો પણ શેર કર્યો છે. જે બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચી રહ્યો છે.
'Yeh Rishta Kya Kehlata Hai' ફેમ દિવ્યા ભટનાગરનું નિધન, કોરોનાથી પીડિત હતી અભિનેત્રી
દેવોલીના અને દિવ્યા ખુબ સારી બહેનપણીઓ હતી. હવે દેવોલીનાએ સોશીયલ મીડિયા પર દિવ્યા માટે એક પોસ્ટ શેર કરી છે. વીડિયોમાં તે દિવ્યાને યાદ કરીને ખુબ રડે છે. આ સાથે જ વીડિયોમાં દિવ્યાના પતિ ગગન ગબરૂ અંગે પણ તે જણાવી રહી છે. તેણે પોતાના આ વીડિયોમાં દિવ્યાના જીવન સાથે જોડાયેલી એક સચ્ચાઈને ઉજાગર કરી છે.
Priyanka Chopra એ કર્યું ખેડૂતોનું સમર્થન, સરકારને કરી આ અપીલ
દિવ્યા માટે દેવોલીનાએ બનાવ્યો વીડિયો
વીડિયોમાં દેવોલીનાએ કહ્યું કે આ વીડિયો હું મારી બહેન, ફેમિલી, મિત્ર દિવ્યા ભટનાગર માટે બનાવી રહી છું. મારી ક્યૂટી હવે મને છોડીને જતી રહી છે. હજુ તો બસ તેણે શરૂ કર્યું હતું કે પોતાની રીતે જીંદગી જીવશે, સ્વતંત્રતાથી. કોઈની જાળમાં ફસાશે નહીં. પોતાને સંભાળશે. મજબૂત બનશે. મને લાગે છે કે ભગવાન કદાચ પોતે તેનું દુ:ખ જોઈ શક્યા નહીં.
દિવ્યાની લાગણીઓ સાથે રમાઈ હતી રમત
દેવોલીનાએ કહ્યું કે 9-10 વર્ષમાં મે ક્યારેય નથી જોયું કે તેણે કોઈની સાથે કઈ ખોટું કર્યું હોય. કોઈને પણ દુખ પહોંચાડ્યુ હોય. લોકોએ બસ તેને દુ:ખ પહોંચાડ્યું તેનો ઉપયોગ કર્યો. ખાસ કરીને રિલેશનશીપ્સમાં. દરેક છોકરી આ ભૂલ કરે છે. ક્યાયથી પણ થોડો દગો થયા બાદ, જો ક્યાંયથી થોડો સહારો મળી જાય તો તે છોકરી સમજ્યા વિચાર્યા વગર તેને પોતાનો સહારો માની લે છે. કોઈ પણ બેકગ્રાઉન્ડ જાણ્યા વગર. દિવ્યા એકદમ ભોળી હતી. તે પાગલને હું જાણતી હતી. તે હજારગણી ઈમોશનલ હતી.
Farmers Protest: ખેડૂતોના પ્રદર્શન પર Sunny Deol નું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
દિવ્યા ખુબ સ્ટ્રેસમાં હતી
આ વીડિયોમાં દેવોલીના વધુમાં કહે છે કે આ વીડિયો ખુબ જરૂરી છે. તે વ્યક્તિ માટે જેના માટે થઈને દિવ્યાએ આટલી મુશ્કેલીઓ સહન કરી. મને ખબર છે કે દિવ્યા આજે કોવિડના કારણે આપણી સાથે નથી. પરંતુ જે મેન્ટલ અને ફિઝિકલ અબ્યુઝ તેની સાથે થયું છે તે ફેઝમાંથી જો કોઈ પણ વ્યક્તિ પાસ થયા તો તે વ્યક્તિમાં નાનામાં નાની બીમારી સામે લડવાની પણ તાકાત હોતી નથી. તો પછી આ તો કોવિડ હતું.
દિવ્યાના લગ્ન સંબંધિત સત્ય આવ્યું સામે
આ સાથે જ દેવોલિનાએ દિવ્યાના પતિનું નામ લઈને કહ્યું કે ખુબ જ શાંતિથી હું તમને આ બધી વાત જણાવું છું. ખાસ કરીને ગગન ગબરૂ(Gagan Gabru), તે દિવસે તમે જે પોસ્ટ કરી હતી કે દિવ્યાની માતા અને ભાઈ તમારા વિરુદ્ધ હતા. તમારા નામ પર પબ્લિસિટી લઈ રહ્યા હતા. અસલમાં વાત એ છે કે તમે જે ચાર-પાંચ આર્ટિસ્ટને જાણો છો તે પણ દિવ્યાના કારણે. તમારા વિરુદ્ધ હું પણ હતી. દિવ્યા તમારા પ્રેમમાં એટલી આંધળી બની ગઈ હતી કે તેને કશું દેખાતું નહતું.
દેવોલીના કરશે દિવ્યાના પતિને એક્સપોઝ
દેવોલીનાએ કહ્યું કે હું તમને એક્સપોઝ કરીશ. તમારા વિરુદ્ધ અમે એટલા માટે હતા કારણ કે શિમલામાં તમારી સામે છેડછાડનો કેસ ચાલુ હતો. જેની સજા તમે 6 મહિના જેલમાં ભોગવીને આવ્યા હતા અને તે પણ બેલ પર. અત્રે જણાવવાનું કે દિવ્યાની માતાએ પહેલા જ કહ્યું હતું કે દિવ્યા તેના લગ્નથી ખુશ નહતી અને લગ્નના એક વર્ષની અંદર જ તે તેના પતિથી અલગ રહેવા લાગી હતી.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે