Home> Entertainment
Advertisement
Prev
Next

Video : રિલીઝ થયું ધમાલ 'ઝિંગાટ' સોંગ, જાન્હવી અને ઇશાનનો ડાન્સ જોશો પલકારો માર્યો વગર

'ધડક'નું આ ગીત બહુ મસ્તીભર્યું છે

Video : રિલીઝ થયું ધમાલ 'ઝિંગાટ' સોંગ, જાન્હવી અને ઇશાનનો ડાન્સ જોશો પલકારો માર્યો વગર

નવી દિલ્હી : જાન્હવી કપૂર અને ઇશાન ખટ્ટરની ફિલ્મ 'ધડક'નું બીજુ ગીત 'ઝિંગાટ' રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની રિમેક છે. 2016માં રિલીઝ થયેલી મૂળ મરાઠી ફિલ્મ બ્લોક બસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મનું સૌથી સુપરહીટ ગીત હતું 'ઝિંગાટ'. હવે જ્યારે આ ફિલ્મની રિમેક બનાવવામાં આવી છે ત્યારે એમાં પણ 'ઝિંગાટ' ગીતનો સમાવેશ કરાયો છે. આજે ફિલ્મના આ ગીતને રિલીઝ કરવામાં આવ્યું છે.

fallbacks

ક્લિક થઈ તસવીર અને જાહેર થઈ ગયું પ્રિયંકાના જીવનનું મોટું સિક્રેટ !

‘ધડક’ના ટ્રેલરમાં પણ ‘ઝિંગાટ’નો ઓડિયો અને ગીતની થોડી ઝલક જોવા મળી હતી. સોન્ગ રિલીઝ પહેલાં કરણ જોહરે ટ્વિટ કરીને લખ્યું હતું કે અજય-અતુલનું બ્લોકબસ્ટર ‘ઝિંગાટ’ સોન્ગ હવે હિંદીમાં સાંભળો. ‘ઝિંગાટ’ પહેલા ધડકનું ટાઈટલ સોન્ગ રિલીઝ થયું હતું તે પણ લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. અત્યાર સુધી 33 મિલિયનથી વધારે લોકો આ સોન્ગને જોઈ ચૂક્યા છે.

આ ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે. ગીતની કોરિયોગ્રાફી ફરાહ ખાને કરી છે. સોન્ગમાં જ્હાન્વીએ બ્લૂ રંગના ઘાઘરા-ચોલી પહેર્યા છે અને ઈશાને બ્લૂ કુર્તાની સાથે એથનિક જેકેટ પહેર્યું છે. ફિલ્મ ‘ધડક’ની વાર્તા રાજસ્થાની બેકગ્રાઉન્ડ પર આધારિત છે. ટ્રેલરમાં જ્હાન્વી મારવાડી ભાષા બોલતી જોવા મળે છે. ટ્રેલરમાં દમદાર પરફોર્મંસથી જ્હાન્વી-ઈશાને દર્શકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. 

બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More