નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી આ સમયે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) માટે અલગ-અલગ ફ્રેન્ચાઇઝી ટીમોની સાથે તૈયારીમાં લાગેલા છે. ભારતે હાલમાં ઈંગ્લેન્ડને ટેસ્ટ, ટી20 અને વનડે સિરીઝમાં પરાજય આપ્યો હતો. ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન (Shikhar Dhawan) નું વનડેમાં પ્રદર્શન સારૂ રહ્યુ હતુ.
શિખર ધવને આઈપીએલની 14મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) તરફથી રમવાનું છે. દિલ્હીનો આ ઓપનર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. પાછલા વર્ષે લૉકડાઉન દરમિયાન શિખરે ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા, જેની ફેન્સે ખુબ પ્રશંસા કરી હતી.
આ સમયે શિખરનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધવન લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ની પત્ની ધનશ્રી (Dhanashree) સાથે ભાંગડા કરતો જોવા મળી રહ્યો છે. ધનશ્રી કોરિયોગ્રાફર અને ડાન્સર છે.
ધનશ્રીએ ઇન્સ્ટાગ્રામ પર જે વીડિયો શેર કર્યો છે તેમાં બન્ને ભાંગડાના સ્ટેપ્સ કરતા જોવા મળી રહ્યો છે. આ વીડિયોને પોસ્ટ કરતા ધનશ્રીએ શિખર ધવનને ટેગ કરતા લખ્યુ, 'ગબ્બર સ્ટાઇલમાં ભાંગડા. આ વીડિયોને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે