નવી દિલ્હીઃ અભિનેતા ધર્મેન્દ્ર આજકાલ પોતાના ફાર્મ હાઉસમાં વધુ સમય પસાર કરી રહ્યા છે અને અહીંથી તે હંમેશાં ફોટા તથા વીડિયો શેર કરતા રહે છે. હવે તેમણે ફાર્મ હાઉસના જીવનથી અલગ પોતાના પૈતૃક ઘરનો ફોટો શેર કર્યો છે, જેની સાથે જ તેમણે અત્યંત ભાવૂક શબ્દોમાં જૂની યાદો પણ વાગોળી છે. ધર્મેન્દ્રએ પોતાના દાદાના ઘરનો ફોટો શેર કરતા લખ્યું છે કે, આ ઘરમાં પસાર કરેલું બાળપણ આજે પણ યાદ આવે છે.
ધર્મેન્દ્રએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "મેરે બાબુજી કા ઘર... અસ દર સે આતે-જાતે, ઉસકે દર પર માથા ટેકતા, દુઆએં માંગતા ગુજરતા થા મૈં, આભારી હું ઉસને સુન લી, ઇસ દરને બડે પ્યાર સે આશીર્વાદ દેકર વિદા કિયા થા. યે ઘર મેરે બાબુજી કા ઘર હૈ, યહીં બચપન ગુજરા થા. બહુત યાદ આતા હૈ દોસ્તોં."
मेरे बाबु जी का घर....इस दर से ...आते जाते ...उस के दर पर ...माथा टेकते🙏...दुआएँ माँगते ..गुज़रता था मैं ....आभारी हूँ 🙏उस ने सुन ली👋 ...इस दर ने ...बड़े प्यार से ...आशीर्वाद दे कर विदा किया था ...ये घर...मेरे बाबु जी का घर ..बचपन गुज़रा था यहाँ ...बहुत याद आता है दोस्तों!!! pic.twitter.com/BGM2HI3ciW
— Dharmendra Deol (@aapkadharam) November 25, 2019
Happy Birthday : રૂપા ગાંગુલી માટે અસલી ચેલેન્જ તો મહાભારત બાદની હતી, જ્યાં લોકોએ...
ધર્મેન્દ્રએ આગળ લખ્યું છે કે, "ખુશિયાં બાંટતા, દર્દ સુનાને લગા. નહીં-નહીં, આજ કે બાદ કભી નહીં." ધર્મેન્દ્રના અત્યંત લાગણીપૂર્ણ શબ્દો વાંચીને લાગી રહ્યું છે કે તેમને પોતાના પૈતૃક ઘરની યાદ સતાવી રહી છે.
કંગના રનૌતની પ્રથમ હોમ પ્રોડક્શન ફિલ્મ હશે 'અપરાજિત અયોધ્યા'
થોડા દિવસ પહેલા ધર્મેન્દ્રએ પોતાના ફાર્મ હાઉસનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં એક ઝરણું વહેતું દેખાઈ રહ્યું હતું. તેમની આ પોસ્ટના અનેક લોકોએ વખાણ કર્યા હતા.
જુઓ LIVE TV....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે