Home> Entertainment
Advertisement
Prev
Next

સલમાને શેયર કર્યો 'ભારત'નો નવો પ્રોમો, ચાહકો મારશે સીટી

સલમાન ખાનનો આ એક્શન અવતાર તેના ચાહકોને બહુ પસંદ પડશે. આ ફિલ્મ 5 જૂને રિલીઝ થઈ રહી છે

સલમાને શેયર કર્યો 'ભારત'નો નવો પ્રોમો, ચાહકો મારશે સીટી

મુંબઈ : સલમાને ખાતે તેની ફિલ્મના ગણતરીના દિવસો એનો ડાયલોગ પ્રોમો રિલીઝ કર્યો છે. આ પ્રોમો શેયર કરતી વખતે સલમાને 'भारत का जोश' એની કમેન્ટ લખી છે. આ કમેન્ટમાં સલમાન વૃદ્ધના લુકમાં પણ જબરદસ્ત ફાઇટિંગ કરતો દેખાય છે. માત્ર 20 સેકંડનો સલમાનનો આ એક્શન વીડિયો તેના ચાહકોને ખુશ થઈને સીટીઓ મારવા માટે મજબુર કરી દેશે. 

fallbacks

હાલમાં ફિલ્મની આખી ટીમ ભારતના પ્રમોશનમાં લાગેલી છે. સલમાન અને કેટરિના કૈફ ચોથી ફિલ્મમાં એકસાથે કામ કરી રહ્યા છે. આ જોડીને ચમકાવતી આગળની ફિલ્મોને પણ સારી સફળતા મળી છે. ભારતના પ્રમોશન વીડિયોમાં પણ સલમાન અને કેટરિનાની કેમિસ્ટ્રી લોકોને પસંદ પડી રહી છે. 

Oh ! આ છે કરણ જોહરનો પ્રેમી? એક સંદેશાએ જગાવી ચર્ચાની આગ

સલમાનની ભારત 5 જૂને રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તબ્બુ, દિશા પટણી, સુનિલ ગ્રોવર અને જેકી જેવા કલાકારો મુખ્ય ભૂમિકા અદા કરશે. અલી અબ્બાસે આ ફિલ્મ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ બાદ સલમાનની નવી ફિલ્મ ‘દબંગ-3’ આવી રહી છે. જેનું શુટિંગ મધ્ય પ્રદેશના એક ભાગમાં કરવમાં આવ્યું હતું. આ પછી તે સંજય લીલા ભણસાલીની 'ઇન્શાંલ્લાહ'માં જોવા મળશે. આ ફિલ્મમાં તે પહેલીવાર આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. ભારત બાદ હવે સલમાને પોતાની આગામી ફિલ્મ દબંગ 3નું શૂટિંગ શરૂ કરી દીધું છે. કેટરીના પણ રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષય કુમાર સાથે કામ કરતી જોવા મળશે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More