Home> Entertainment
Advertisement
Prev
Next

Taarak Mehta... શોને અલવિદા કરી દેશે 'જેઠાલાલ'? અભિનેતાએ શું કહ્યું તે ખાસ જાણો 

ટીવીના જાણીતા કલાકાર દિલિપ જોશી કોઈ ઓળખના મોહતાજ નથી. અનેક ફિલ્મોમાં મોટા કલાકારો સાથે કામ કરી ચૂકેલા છે અને છેલ્લા એક દાયકાથી તેમનો શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે.

Taarak Mehta... શોને અલવિદા કરી દેશે 'જેઠાલાલ'? અભિનેતાએ શું કહ્યું તે ખાસ જાણો 

નવી દિલ્હી: ટીવીના જાણીતા કલાકાર દિલિપ જોશી કોઈ ઓળખના મોહતાજ નથી. અનેક ફિલ્મોમાં મોટા કલાકારો સાથે કામ કરી ચૂકેલા છે અને છેલ્લા એક દાયકાથી તેમનો શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોમાં તેમણે જેઠાલાલની ભૂમિકા ભજવીને બધાના મન જીતી લીધા છે. 

fallbacks

શો છોડવાની ખબર પર આપ્યું નિવેદન
મેકર્સને ત્યારે ખુબ જ મોટો આંચકો લાગ્યો હતો જ્યારે જેઠાલાલની પત્ની દયાબેનની ભૂમિકા ભજવતી દિશા વાકાણીએ અચાનક જ શો છોડી દીધો હતો. અનેક મીડિયા રિપોર્ટ્સમાં એવું જણાવવામાં આવ્યું હતું કે દિશા જલદી શોમાં વાપસી કરશે પરંતુ એવું બની શક્યું નહીં. હવે એવી ખબરો ચાલી રહી છે કે દિલિપ જોશી પણ શોને અલવિદા કરવાના છે. પરંતુ આ ખબરો પર દિલિપ જોશીએ પોતે નિવેદન આપ્યું છે અને જણાવ્યું કે આખરે સત્ય શું છે. 

નુસરત જહાંએ યશદાસ સાથેના પ્રેમ સંબંધ પર કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- હું ભાગી ગઈ હતી

લોકો પાસથી મળતા પ્રેમથી ખુબ ખુશ છું
ઈન્ડિયન એક્સપ્રેસ સાથેના ઈન્ટરવ્યુમાં દિલિપ જોશીએ જણાવ્યું કે તેઓ શો છોડી રહ્યા નથી. તેમણે કહ્યું કે મને લાગે છે કે જ્યારે આ શો સારી રીતે  ચાલી રહ્યો છે તો કારણ વગર શું કામ છોડવો. તેમણે એમ પણ જણાવ્યું કે આ શોના કારણે તેમને ખુબ પ્રેમ મળ્યો છે અને તેઓ તેને ખરાબ કરવા માંગતા નથી. તેમણે કહ્યું કે લોકો અમને ખુબ પ્રેમ કરે છે અને હું તેને કારણ વગર બરબાદ કરવા કેમ ઈચ્છું. આ રીતે દિલિપ જોશીએ સ્પષ્ટ કરી દીધુ છે કે તેઓ 'તારક મહેતા...' શોમાં જેઠાલાલની  ભૂમિકામાં જોવા મળતા રહેશે. 

અનુજ કાપડિયા સાથે લગ્ન કરવા માટે અનુપમા મૂકશે એવી 'અઘરી' શરત, ભાઈ-બહેન સ્તબ્ધ થઈ જશે

દિલિપ જોશી પાસે કામ નહતું
અત્રે જણાવવાનું કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' અગાઉ દિલિપ જોશી પાસે કોઈ કામ નહતું. આ કારણે તેમને લાંબા સમય સુધી ઘર પર બેસવું પડ્યું હતું. એક ઈન્ટરવ્યુ દરમિયાન દિલિપ જોશીએ જણાવ્યું હતું કે મારી પાસે કોઈ કામ નહતું. જે શોમાં હું કામ કરી રહ્યો હતો તે બંધ થઈ ગયો હતો. પ્લેમાં પણ મારો ભાગ ખતમ થઈ ગયો હતો. તો આવામાં મારી પાસે કોઈ કામ બચ્યું નહતું. તે સમય મારા માટે ખુબ મુશ્કેલ હતો. મને સમજમાં નહતું આવતું કે હવે હું શું કરું? હું વિચારતો હતો કે શું મારે ફિલ્ડ ચેન્જ કરી દેવું જોઈએ? પરંતુ ભગવાનની કૃપાથી મને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ઓફર મળી અને આ શો પણ ખુબ જ મોટો હિટ સાબિત થયો. 

સલમાન ખાન સાથે જેણે ધૂમ મચાવી હતી તે અભિનેત્રીની પુત્રી કરશે બોલીવુડ ડેબ્યૂ, ગજબની સુંદર છે, જુઓ Photos

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More