Home> Entertainment
Advertisement
Prev
Next

દિલીપ કુમારને મળી ધમકી, પત્ની સાયરા બાનોએ પીએમ મોદી પાસે માગી મદદ

બોલીવુડના જાણીતા એક્ટરની પત્ની સાયરા બાનૂએ આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાતનો અનુરોધ કર્યો છે. 96 વર્ષીય એક્ટરનો બંગલો બાંદ્રાના સંભ્રાંત પાલી હિલ વિસ્તારમાં આવેલો છે.

દિલીપ કુમારને મળી ધમકી, પત્ની સાયરા બાનોએ પીએમ મોદી પાસે માગી મદદ

મુંબઇ: બોલીવુડના જાણીતા એક્ટર દિલીપ કુમારને બંગલાના બે પ્લોટ પર માલીકીનો ખોટો દાવો કરનાર બિલ્ડર સમીર ભોજવાનીના જમાનતને ધ્યાનમાં રાખીને જાણીતા એક્ટરની પત્ની સાયરા બાનૂએ આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાતનો અનુરોધ કર્યો છે. 96 વર્ષીય એક્ટરનો બંગલો બાંદ્રાના સંભ્રાંત પાલી હિલ વિસ્તારમાં આવેલો છે.

fallbacks

વધુમાં વાંચો: અક્ષય ખન્નાના માતા ગીતાંજલીનું નિધન, રસપ્રદ છે તેની અને વિનોદ ખન્નાની ટ્રેજિક લવસ્ટોરી

રવિવારે દિલીપ કુમારના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી બાનૂએ લખ્યું, હું સાયરા બાનૂ ખાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અનુરોધ કરું છું, જમીન માફિયા સમીર ભોજવાની જેલથી છૂટી ગયો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ દ્વારા આશ્વાસન બાદ પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. પદ્મ વિભૂષણથી સન્માનિત વ્યક્તિને પૈસા અને તાકાતથી ધમકી આપવામાં આવી રહી છે. તમને મુંબઈમાં મળવાની વિનંતી છે.

fallbacks

આ પહેલા આ વર્ષે બાનૂએ પોલીસનો સંપર્ખ કર્યો હતો અને ભોજવાનીની સામે ફરિયાદ નોંધાવી હતી. જાન્યુઆરીમાં મુંબઇ પોલીસ આર્થિક ગુના શાખા (ઇઓડબ્લ્યૂ)એ દિગ્ગજ એક્ટરના બંગલાને કથિત રીતથી પડાવી લેવાના પ્રયત્ન માટે બિલ્ડરની સામે ફરિયાદ નોંધાવી હતી.

વધુમાં વાંચો: Koffee With Karan 6 : જ્યારે આયુષ્યમાને કરણના શોમાં કાઢી નાખી તેની હવા !

પોલીસ અધિકારીઓને શંકા હતી કે ભોજવાની સંપત્તિના ખોટા દસ્તાવેજ તૈયાર કરી રહ્યો છે. ત્યાર બાદ ફરિયાદ નોંધવામાં આવી. ઇઓડબ્લ્યૂની ટીમે ભોજવાનીને બાંદ્રા સ્થિત આવાસ પર દરોડા પાડ્યા જ્યાંથી છરી અને છરા સહિતના હથિયારો મળી આવ્યા હતા. ભોજવાનીની આર્થિક ગુના શાખાએ આ વર્ષે એપ્રિલમાં ધરપકડ કરી હતી.
(ઇનપુટ ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More