Home> Entertainment
Advertisement
Prev
Next

Bigg Bossની વિનર બન્યા બાદ દીપિકાએ શ્રીસંત માટે લખી ઈમોશનલ પોસ્ટ, બોલી તારા પર ગર્વ છે

દીપિકા કક્કડે બિગ બોસના ઘરમાં પોતાની ખાસ ઓળખ બનાવી અને આ સાથે 12મી સિઝનની ટ્રોફી પણ તેના નામે કરી હતી. 
 

  Bigg Bossની વિનર બન્યા બાદ દીપિકાએ શ્રીસંત માટે લખી ઈમોશનલ પોસ્ટ, બોલી તારા પર ગર્વ છે

નવી દિલ્હીઃ વર્ષ 2018 ટીવી અભિનેત્રી દીપિકા કક્કડ માટે ખુશીભર્યું રહ્યું જ્યાં એક તરફ તેના જિવનમાં શોએબ ઈબ્રાહિમની એન્ટ્રી થઈ તો બીજી તરફ તે બિગ બોશ 12ની વિનર બની. દીપિકા કક્કડે બિગ બોશના ઘરમાં પોતાની ખાસ ઓળખ બનાવી અને આ સાથે 12મી સિઝનની ટ્રોફી પણ પોતાના નામે કરી હતી. શોમાં દીપિકાના ઘમા મિત્રો બન્યા તો તેને જિંદગીભર માટે શ્રીસંતના રૂપમાં એક નવો સંબંધ પણ મળ્યો. ભાઈ-બહેનની આ જોડીએ ફાઇનલ સુધીની સફર પણ સાથે કાપી હતી. 

fallbacks

બિગ બોશ ફિનાલે બાદ વિનર બનેલી દીપિકા કક્કડે પોતાના ભાઈ શ્રીસંત માટે એક ઇમોશનલ પોસ્ટ ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં દીપિકાએ લખ્યું કે, મારા માટે ગર્વની વાત છે કે, આપણે બંન્ને ટોપ-2મા પહોંચ્યા. દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં મારો સાથ આપવા માટે ભાઈ તમારો આભાર. આપણા વચ્ચે ક્યારેય ઉંચ-નીચ ન થઈ પરંતુ આપણે બંન્ને હંમેશા એકબીજાની સાથે ઉભા રહ્યાં અને આ આપણી શક્તિ રહી. હું હંમેશા તારી બહેન રહીશ. 

તો શોના પ્રથમ રનર અપ રહેલા શ્રીસંતે ફિનાલેમાં કહ્યું હતું કે, હું મારી જાતને સન્માનિત અને ભાગ્યશાળી માની રહ્યો છું કે, લોકોને પ્રેમ મને મળ્યો. મારા પ્રશંસકો મારા સારા અને ખરાબ સમયમાં મારૂ સમર્થન કરતા રહ્યાં છે. આ શોએ ઘણું બધું આપ્યું છે, પરંતુ હું તેની ક્રિકેટ સાથે તુલના ન કરી શકું. 

સામે આવ્યું 'ગલી બોય'નું પ્રથમ પોસ્ટર, જોવા ન મળ્યો બોલીવુડનો 'સિંબા' રણવીર સિંહ

મહત્વનું છે કે, ફિનાલે રાઉન્ડમાં ચાર કંટેસ્ટેન્ટ પહોંચ્યા હતા, જેમાં શ્રીસંત અને દીપિકા સિવાય રોમિલ ચૌધરી અને દીપક ઠાકુર પણ દાવેદાર હતા. દીપક અને શ્રીસંતના ફેન્સ તેને જીતતો જોવા ઈચ્છતા હતા પરંતુ અંતમાં દીપિકાએ બાજી મારી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More