Home> Entertainment
Advertisement
Prev
Next

ટાઈગર શ્રોફ અગાઉ આ હેન્ડસમ ટીવી સ્ટારના પ્રેમમાં હતી દિશા, બ્રેકઅપ પાછળ ચોંકાવનારું કારણ

ટાઈગર શ્રોફ અગાઉ દિશા પટણી એક એવા સ્ટાર સાથે રિલેશનમાં હતી જે આજકાલ ટીવી પર ખુબ ધૂમ મચાવી રહ્યો છે. 

ટાઈગર શ્રોફ અગાઉ આ હેન્ડસમ ટીવી સ્ટારના પ્રેમમાં હતી દિશા, બ્રેકઅપ પાછળ ચોંકાવનારું કારણ

મુંબઈ: ટાઈગર શ્રોફ અને દિશા પટણી બોલિવૂડના સૌથી ચર્ચિત કપલ છે, જેમની તસવીરો અને વીડિયો લોકોને ખુબ ગમે છે. ટાઈગર અને દિશા જ્યારે સાથે હોય છે ત્યારે જાણે એવું લાગે કે તેમને પોતાના પરફેક્ટ પાર્ટનર મળી ગયા છે. જો કે ટાઈગર શ્રોફ અગાઉ દિશા પટણી એક એવા સ્ટાર સાથે રિલેશનમાં હતી જે આજકાલ ટીવી પર ખુબ ધૂમ મચાવી રહ્યો છે. 

fallbacks

લાફિંગ કલર્સ નામની વેબ સાઈટના રિપોર્ટનું માનીએ તો ટાઈગર શ્રોફ અગાઉ દિશા પટણી કસોટી જિંદગી કીના સ્ટાર પાર્થ સમથાનને એક વર્ષ ડેટ કરી ચૂકી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, 'પાર્થ જ્યારે દિશા સાથે રિલેશનમાં હતો ત્યારે તે બિગ બોસ ફેમ વિકાસ ગુપ્તા સાથે પણ સંબંધ ધરાવતો હતો. જ્યારે આ વાતની જાણ દિશાને થઈ કે પાર્થ તેને ચીટ કરી રહ્યો છે તો તેણે તરત જ પાર્થ સાથે સંબંધ ખતમ કરી નાખ્યો. દિશા પટણી એ વાત સ્વીકાર ન શકી કે પાર્થ બાયોસેક્સ્યુઅલ છે અને તે આ વસ્તુ તેનાથી છૂપાવી રહ્યો હતો.'

fallbacks

સૂત્રએ પોર્ટલને એ પણ જાણકારી આપી છે કે, 'દિશાને પાર્થ અને વિકાસની કેટલીક તસવીરો મળી હતી જેને જોઈને તે સ્તબ્ધ થઈ ગઈ હતી. આ તસવીરોને જોઈને તે અંદરથી તૂટી ગઈ અને તેણે પાર્થથી અંતર જાળવવાનું નક્કી કર્યું.'

fallbacks

જ્યારે પાર્થને પૂછવામાં આવ્યું કે શું તે વિકાસ સાથે સંબંધ ધરાવે છે  તો તેણે આ તમામ સમાચારોને અફવા ગણાવી. જો કે એક્તા કપૂર કે જે કસોટી જિંદગી કીની પ્રોડ્યુસર છે તેણે એ વાત પર મહોર લગાવી કે વિકાસ ગુપ્તા અને પાર્થ સમથાન રિલેશનમાં છે. તેણે કેટલાક એવા વીડિયો પણ દેખાડ્યા કે જેનાથી ખબર પડી કે બંને ખાસ સંબંધ શેર કરે છે. 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More