Home> Entertainment
Advertisement
Prev
Next

Salman Khan ની Radhe માટે મહેનત કરી રહી છે દિશા પટણી, બોયફ્રેંડ Tiger Shroff કરી રહ્યો છે સપોર્ટ!

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અભિનેત્રી આ ફિલ્મ માટે એક ગીતની તૈયારીમાં લાગી ગઇ છે. સમાચારોનું માનીએ તો આ ગીતની તૈયારી માટે તેમના બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ (Tiger Shroff) તેમની મદદ કરી રહ્યા છે.

Salman Khan ની Radhe માટે મહેનત કરી રહી છે દિશા પટણી, બોયફ્રેંડ Tiger Shroff કરી રહ્યો છે સપોર્ટ!

મુંબઇ: થોડા દિવસો પહેલાં સુપરસ્ટાર સલમાન ખાને પોતાની ફિલ્મ દબંગ 3 (Dabangg 3)નું ધમાકેદાર રીતે મોશન પોસ્ટર રિલીઝ કર્યું હતું. પરંતુ આ સાથે એક્ટરે પોતાની આગામી ફિલ્મ રાધે (Radhe)ની પણ જાહેરાત કરી દીધી હતી. થોડા દિવસો પહેલાં રિલીઝ થયેલા વીડિયોમાં ફેન્સ માટે બે સરપ્રાઇઝ એક સાથે હતા. આ જોરદાર વીડિયો જોયા પછી સલમાન ખાનના ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. આ સાથે જ ભાઇજાને જાહેરાત કરી દીધી છે કે તે ઇદ પર પોતાની ફિલ્મ રાધે સાથે સિનેમાઘરે પહોંચવાના છે. 

fallbacks

જોન અબ્રાહમની આગામી ફિલ્મ Pagalpanti નું પોસ્ટર થયું રિલીઝ, આપી રહ્યા છે ભરપૂર મસ્તીની ગેરન્ટી

હવે ત્યારબાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં સલમાન ખાનની લીડ સ્ટાર કોણ હશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મ માટે સલમાન ખાનના અપોઝિટ તેમની ભારતની કો-સ્ટાર દિશા પટણી (Disha Patani)ની એન્ટ્રી થઇ શકે છે. દિશા પટણીને આ ફિલ્મ માટે મજબૂત દાવેદાર ગણવામાં આવે છે. પરંતુ બીજી તરફ સમાચાર છે કે આ અભિનેત્રીએ આ ફિલ્મ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. 

Video: રિલીઝ થયું ‘Bala’નું સોન્ગ ‘Don't Be Shy’, બાદશાહનો વધુ એક ધમાકો

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અભિનેત્રી આ ફિલ્મ માટે એક ગીતની તૈયારીમાં લાગી ગઇ છે. સમાચારોનું માનીએ તો આ ગીતની તૈયારી માટે તેમના બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ (Tiger Shroff) તેમની મદદ કરી રહ્યા છે. જોકે આ ગીત માટે ફિલ્પ ડાન્સ મૂવ્સની જરૂર છે જેમાં ટાઇગર માસ્ટર છે. જ્યારે દિશા પટણી પણ ફિલ્પ મૂવ્સની શોખીન છે. એવામાં તે પોતાના બોયફ્રેન્ડ ટાઇગર પાસેથી સ્પેશિયલ ક્લાસિસ લઇ રહી છે. સલમાન ખાનની આગામી ફિલ્મ રાધેને પણ તેમના ફેવરેટ ડાયરેક્ટર પ્રભુદેવા (Prabhudeva) ડાયરેક્ટ કરી રહ્યા છે. 

ચુલબુલ પાંડે માટે રજ્જોએ રાખ્યું 'કડવા ચોથ'નું વ્રત, જુઓ 'દબંગ 3'નું નવું પોસ્ટર

દબંગ 3 બાદ એક્ટર-ડાયરેક્ટરની જોડી રાધેની તૈયારીઓમાં લાગી જવાની છે. એવામાં દિશા કોરિયોગ્રાફર કમ ડાયરેક્ટર પ્રભુદેવાને ઇંપ્રેસ કરવામાં કોઇ કસર છોડવા માંગતી નથી. આ રિપોર્ટ્સનું માનીએ તો લાગે છે કે ફરી એકવાર દિશા પટણી અને સલમાન ખાનની જોડી બનવા માટે તૈયાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More