Home> Entertainment
Advertisement
Prev
Next

દિશા પટણીનું આ જાંબાઝ આર્મી ઓફિસર સાથે છે ખાસ કનેક્શન, જાણવા કરો ક્લિક...

દિશા તેના અંગત જીવનને કારણે બહુ ચર્ચામાં છે. દિશા અને ટાઇગર અનેકવાર સાથે જોવા મળે છે અને પાપારાઝીઓને પોઝ પણ આપે છે. આ બંનેએ ક્યારેય પોતાના સંબંધોની સ્પષ્ટતા નથી કરી પણ બંને ડેટિંગ કરી રહ્યા છે એ ઓપન સિક્રેટ છે. દિશા હવે અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ભારતમાં જોવા મળશે. 

દિશા પટણીનું આ જાંબાઝ આર્મી ઓફિસર સાથે છે ખાસ કનેક્શન, જાણવા કરો ક્લિક...

મુંબઈ : દિશા પટણી બોલિવૂડની હોટ હિરોઇનોમાંથી એક છે. દિશા હવે સલમાન ખાન અને કેટરિના કૈફની ભારતમાં જોવા મળશે. જોકે હાલમાં દિશા તેની એક ઇન્સ્ટા સ્ટોરીને કારણે ચર્ચામાં છે. 

fallbacks

સોશિયલ મીડિયા પર અવારનવાર ફોટોઝ શેર કરનારી દિશાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક ખાસ વ્યક્તિનો ફોટો શેર કર્યો હતો. આ વ્યક્તિ દિશાના જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે. આ વ્યક્તિ છે દિશાની બહેન ખુશ્બુ પટણી. દિશાની બહેન ખુશ્બુ ભારતીય સેનામાં ઓફિસર છે. ખુશ્બુએ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પ્રાઈવેટ રાખ્યું છે. તે પોતાની નાની બહેન જેવી જ લાગે છે. દિશાએ અનેક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે તેની બહેન જ તેની પ્રેરણા છે.

દિશા તેના અંગત જીવનને કારણે બહુ ચર્ચામાં છે. દિશા અને ટાઇગર અનેકવાર સાથે જોવા મળે છે અને પાપારાઝીઓને પોઝ પણ આપે છે. આ બંનેએ ક્યારેય પોતાના સંબંધોની સ્પષ્ટતા નથી કરી પણ બંને ડેટિંગ કરી રહ્યા છે એ ઓપન સિક્રેટ છે. દિશા હવે અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ભારતમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે સલમાન ખાન અને કેટરિના કૈફ જેવા સ્ટાર્સ સાથે કામ કરી રહી છે. નોંધનીય છે કે હાલમાં એક મીડિયા પોર્ટલ પર એવા સમાચાર આવ્યા હતા કે બોલિવૂડ સ્ટાર હૃતિક રોશને નવોદિત એક્ટ્રેસ દિશા પટનીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો જેના કારણે દિશાએ તો હૃતિક સાથેની ફિલ્મ કરવાનું જ માંડી વાળ્યું છે. આ રિપોર્ટ પછી હૃતિક રોશને પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને આ સમાચારને ખોટા ગણાવીને મીડિયા પોર્ટલનો બરાબર ઉધડો લીધો હતો. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More