Home> Entertainment
Advertisement
Prev
Next

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ક્યારે કમબેક થશે ‘દયા’નું? ચર્ચાતા સવાલની હકીકત જાણવા કરો ક્લિક

દિશા વાકાણી ગયા વર્ષે સપ્ટેમ્બરથી શોમાં નજર નથી આવતી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ક્યારે કમબેક થશે ‘દયા’નું? ચર્ચાતા સવાલની હકીકત જાણવા કરો ક્લિક

મુંબઈ : સબ ટીવી પર આવતી લોકપ્રિય કોમેડી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘દયાબેન’નો રોલ કરીને ઘરમાં ઘરમાં જાણીતી થયેલી દિશા વાકાણી ગયા વર્ષે સપ્ટેમ્બરથી શોમાં નજર નથી આવતી. દિશાના ફેન્સ આતુરતાથી તેની શોમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. દિશાની ગેરહાજરી વિશે જાતજાતની ચર્ચાઓ થતી રહે છે. એક ચર્ચા પ્રમાણે હવે આ શોમાં દિશા પરત નથી ફરવાની. જોકે હાલમાં દિશાએ પોતાના ઇનસ્ટાગ્રામ પર આ તમામ ચર્ચાઓનો અંત લાવતું નિવેદન મુક્યું છે. 

fallbacks

ઇન્સ્ટાગ્રામમાં દિશાએ ‘દયાબેન’ના ગેટઅપમાં પોતાનો એક ફોટો શેર કર્યો છે. દિશાએ લખ્યું કે, “દરેક વ્યક્તિ મને શોમાં પાછા ફરવાનું કહી રહ્યું છે. ખાસ કરીને તમે લોકો. હું શોમાં પાછી આવવા માટે ઉત્સુક છું પરંતુ અત્યારે પરિસ્થિતિ મારા હાથમાં નથી. મને સપોર્ટ કરવા માટે આભાર. મને આ રીતે જ પ્રેમ આપતા રહો અને જોતા રહો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’.”

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ફેમસ એક્ટ્રેસ દયાબેન એટલે કે દિશા વાકાણી હવે ઘર ઘરમાં ફેમસ છે. દિશાએ 30 નવેમ્બર 2017ના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. દિશાએ પોતાની લાડલી દીકરીનું નામ સ્તુતિ પડિયા રાખ્યું છે. જેનો અર્થ પ્રાર્થના તેમજ વખાણ થાય છે. હાલ દિશા વાકાણી પોતાની લાડલી સાથે ખૂબસૂરત પળ એન્જોય કરી રહી છે. દિશાએ મુંબઈના ચાર્ટડ એકાઉન્ટન્ટ મયુર પડિયા સાથે 2015ની 24 નવેમ્બરે લગ્ન કર્યા હતા. તેણે ગત સપ્ટેમ્બરમાં શો માટે છેલ્લું શૂટિંગ કર્યું હતું. તેણે નવેમ્બર મહિનામાં સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો અને હવે તે હવે પોતાની દીકરીને સમય આપવા માંગે છે.

મનોરંજન જગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More