Home> Entertainment
Advertisement
Prev
Next

Divya Bharti Birthday: આવી હતી દિવ્યા ભારતીની મૃત્યુ પહેલાંની ક્ષણો

બોલિવૂડ એક્ટ્રેસ દિવ્યા ભારતીનો 25 ફેબ્રુઆરીએ જન્મદિવસ છે

Divya Bharti Birthday: આવી હતી દિવ્યા ભારતીની મૃત્યુ પહેલાંની ક્ષણો

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ દિવ્યા ભારતીનો 25 ફેબ્રુઆરીએ જન્મદિવસ છે. 5 એપ્રિલ, 1993ના દિવસે પોતાના ફ્લેટની બારીમાંથી પડીને દિવ્યાનું મૃત્યુ થઈ ગયું હતું. દિવ્યા ભારતી માત્ર 19 વર્ષની વયે આ દુનિયા છોડીને જતી રહી હતી અને તેના મોતનું રહસ્ય આજે પણ ઉકેલાયું નથી.

fallbacks

દિવ્યા 5 એપ્રિલ, 1993ના દિવસે ચેન્નાઈથી શૂટિંગ કરીને પરત આવી હતી અને પછી બીજા દિવસે તેણે હૈદરાબાદ જવાનું હતું. જોકે દિવ્યાના પગમાં વાગ્યું હતું અને તે પોતાના નવા ફ્લેટની ડીલ પણ સાઇન કરવા ઇચ્છતી હતી. આ કારણે દિવ્યાએ બીજા દિવસે હૈદરાબાદ જવાનું કેન્સલ કી નાખ્યું. 5 જાન્યુઆરીના દિવસે દિવ્યા પોતાના ફ્લેટ પર ડિઝાઇનર નીના લુલ્લા અને પતિ શ્યામ લુલ્લાને મળી હતી. આ બંને રાતના 10 વાગ્યે દિવ્યા ભારતીના ફ્લેટ પર પહોંચ્યાહતા અને ત્રણેય જણાએ લિવિંગ રૂમમાં ડ્રિન્ક કર્યું હતું. 

OSCARS 2019 : પહેલીવાર ઓસ્કાર મળતા જ રોઈ પડી લેડી ગાગા

નીતા અને શ્યામ લિવિંગ રૂમમાં વીડિયો જોઈ રહ્યા હતા. દિવ્યા થોડા સમય પછી બારી પાસે જતી રહી. તે થોડોક સમય બારીના છજા પર બેસી રહી પણ એકાએક તેણે બેલેન્સ ગુમાવી દીધું અને તે પાંચમા માળથી નીચે પડી ગઈ. હકીકતમાં દિવ્યાની બારીમાં કોઈ ગ્રિલ નહોતી અને પાર્કિંગમાં કોઈ ગાડી પણ નહોતી ઉભી એટલે તે સીધી પાર્કિંગની ફર્શ પર પડી ગઈ. 

પડ્યા પછી પણ દિવ્યાના શ્વાસ ચાલતા હતા પણ તે લોહીલુહાણ થઈ ગઈ હતી. દિવ્યાને તાત્કાલિક કુપર હોસ્પિટલ ખસેડવામાં આવી અને ઇમરજન્સી વોર્ડમાં રાખવામાં આવી. જોકે ગણતરીની સેકંડોમાં તેનું મૃત્યુ થઈ ગયું. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More