Diya Aur Baati Hum Fame Tv Actress: દેશભરમાં હાલ શ્રદ્ધા અને આફતાબ કેસની ચર્ચા થઇ રહી છે. આ દરમિયાન ટીવી અભિનેત્રી કનિષ્કા સોનીએ કહ્યું કે તેમની સ્ટોરી પણ કેટલીક હદે શ્રદ્ધાની સ્ટોરી સાથે મેચ થાય છે. અભિનેત્રીએ જણાવ્યું કે શ્રદ્ધાના મોત પહેલાં જે કંઇ તેની સાથે થયું છે એવું જ કંઇક મારી સાથે પણ થયું છે. અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું. વીડિયોમાં તેમણે જણાવ્યું કે તે શ્રદ્ધાના મોતથી ખૂબ દુખી છે સાથે જ તેમણે નામ જાહેર કર્યા વિના એક એક્ટર પર ગંભીર આરોપ લગાવ્યા છે.
પોતાની શ્રદ્ધા સાથે કરી રિલેટ
'દિયા ઔર બાતી હમ' સીરિયલ ફેમ કનિષ્કા સોનીએ ઇન્ટરવ્યુંમાં કહ્યું કે - તે શ્રદ્ધાની સ્ટોરી સાથે પોતાને ઘણી હદ સુધી રિલેટ કરું છું. કારણ કે એક એક્ટરે તેમને પ્રપોઝ કરતાં લગ્નની વાત કરી હતી. કનિષ્કા સોનીએ જણાવ્યું કે તે એક્ટરની આદતો ખરાબ હતી તેનો સ્વભાવ પણ વોયલેંટ હતો. આ ઉપરાંત તે દારૂ પીતો હતો એંગર ઇશ્યૂઝ હતા.
કનિષ્કા સાથે થતી હતી મારઝૂડ
કનિષ્કા સોની આ બધી વસ્તુઓ બાદ પણ તેમની સાથે રહેવાનો નિર્ણય કર્યો અને વિચાર્યું કે તેમાં બદલાવ આવશે. અભિનેત્રી મોટાભાગે એક્ટરના ઘરે રહેતી હતી. ત્યારબાદ તેને લિવ ઇનમાં રહેવાની જીદ કરી, પછી અભિનેત્રી લિવ ઇનમાં રહેવા લાગી પરંતુ જ્યારે તેમણે લગ્નને લઇને સવાલ કર્યો તો અભિનેતાએ ખૂબ ખરાબ વર્તન કર્યું.
પોતાને આ રીતે બચાવી
કનિષ્કા સોનીએ જણાવ્યું કે તે વ્યક્તિ તેમને ખૂબ મારતો હતો. અભિનેત્રીએ જણાવ્યું કે તેની અંદર ડર બેસી ગયો હતો કે તે વ્યક્તિ ગમે ત્યારે મારી શકે છે, એટલા માટે તેણે તે રાત્રે ત્યાંથી નિકળવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ આ વ્યક્તિથી અંતર બનાવી લીધું.
આ પણ વાંચો: 7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો: સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે