Home> Entertainment
Advertisement
Prev
Next

Dream Girl 2 Teaser: 'રોકી' ને છે 'પૂજા' ને મળવાની તમન્ના, આ દિવશે થશે બંનેની મુલાકાત

Dream Girl 2: આયુષ્મા ખુરાના સ્ટારર ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝરમાં પૂજાને રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના રોકી સાથે ફોન પર મજેદાર વાતો કરતા સાંભળી શકાય છે. 

Dream Girl 2 Teaser: 'રોકી' ને છે 'પૂજા' ને મળવાની તમન્ના, આ દિવશે થશે બંનેની મુલાકાત

Dream Girl 2 Promo: આયુષ્માન ખુરાના કેટલાક અલગ વિષયોની ફિલ્મો કરવા માટે જાણીતો છે. તેની ફિલ્મ 'ડ્રીમ ગર્લ' બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. તો બીજી તરફ અભિનેતા હવે 'ડ્રીમ ગર્લ 2' વડે ધમાલ મચાવવા આવી રહ્યો છે. મેકર્સે આ મોસ્ટ અવેઇટેડ ફિલ્મનો નવો પ્રોમો વિડિયો પણ રિલીઝ કર્યો છે જે તમને લોટપોટ કરાવી દેશે. પૂજા (આયુષ્માન ખુરાના)એ આ પ્રોમો વીડિયોમાં પણ આવનારી ફિલ્મોના પાત્રો સાથે વાત કરવાનો ટ્રેન્ડ ફોલો કર્યો છે. રસપ્રદ વાત એ છે કે આ વખતે મેકર્સે ફિલ્મ માટે 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના રોકી સાથે કોલૈબોરેટ કર્યું છે.

fallbacks

આ વિડિયોમાં, પૂજા (આયુષ્માન ખુરાના) અને રોકી (રણવીર સિંહ) વચ્ચેની એપિક વાતચીત ચોક્કસ તમને આનંદિત કરશે કારણ કે બીજા બધાની જેમ, રોકિંગ રોકી પણ પૂજાને મળવા આતુર છે.

પૂજાએ રોકી સાથે કરી મજેદાર વાત
'ડ્રીમ ગર્લ 2'ના નવા વીડિયોમાં, પૂજા એક રસપ્રદ ફોન કૉલ દરમિયાન રોકી સાથે મજેદાર વાતચીત કરતી જોવા મળે છે. પોતાની કિલર સ્ટાઈલ બતાવી રહેલી પૂજાના વખાણ કરતા રોકી કહે છે કે, લાલ સાડીમાં કેવી ઝેરી દેખાઈ છે, મેરી રાની, જાનેમન, તેના પર પૂજા કહે છે કે મારી પાસે એક જ છે નહી આપું. રોકી કહે છે કે સાડી નથી જોઈતી માણસ માત્ર તું જોઈએ છે. ચાર વર્ષ પછી વર્લ્ડ કપ ક્યાં આવી રહ્યો છે? તેના પર પૂજા હસીને કહે છે કે તે વર્લ્ડ કપ વિશે નથી જાણતી, પરંતુ હું ટ્રોફી ચોક્કસ છું. ત્યારબાદ રોકી કહે છે કે તમે ક્યારે આવો છો. તેના પર પૂજા કહે છે કે આજે પૂજા જાહેર કરે છે કે પૂજા એક તહેવાર છે, આ વખતે તે 25 તારીખે છે.

જાહેર થશે ફિલ્મનો ફર્સ્ટ લૂક
પૂજાની મિસ્ટૃઈ અને રોકીની જોરદાર એનર્જી સાથે, ડ્રીમ ગર્લ 2 નું નવું ટીઝર પ્રેમ, હાસ્ય અને આશ્ચર્યચકિત કરે છે. વિડીયોમાં પૂજાએ પોતાને "તહેવાર" તરીકે દર્શાવી છે તે પણ લોકોની ઉત્સુકતા વધારે છે. આ સાથે પૂજાએ એ પણ વચન આપ્યું છે કે ફિલ્મનો ‘ફર્સ્ટ લૂક’ જલ્દી જ આવવાનો છે. આ સાથે જ ફિલ્મને લઈને ચાહકોની ઉત્સુકતા વધુ વધી ગઈ છે.

'ડ્રીમ ગર્લ 2' ક્યારે રિલીઝ થશે?
'ડ્રીમ ગર્લ 2' એકતા આર કપૂર અને શોભા કપૂર દ્વારા નિર્મિત છે અને રાજ શાંડિલ્યા દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મ 25 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થશે. તો તમે શેની રાહ જોઈ રહ્યા છો, આ તારીખને તમારા કેલેન્ડરમાં માર્ક કરો અને પ્રેમ, હાસ્ય અને આશ્ચર્યોથી ભરપૂર રોલરકોસ્ટર રાઈડ પર જવા માટે તૈયાર થાઓ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More